- કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- કોરોના મુક્ત થયા બાદ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન ( Post covid complications )ને કારણે તબીયત લથળી
- તબીયત નાદુરસ્ત થતા તેમને દિલ્હી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકને દિલ્હી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના મુક્ત થયા બાદ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન ( Post covid complications )ને કારણે તેમની તબીયત નાદુરસ્ત થતા તેમને દિલ્હી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ અંગેની જાહેરાત થવાની હતી
ઉલ્લેખનીય છે કે, CBSEની પરીક્ષાઓ અંગે 23 મે ના રોજ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ મંગળવારની સવારે ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ વિશે જાહેરાત કરવાના હતા, પરંતુ તે પહેલા તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને કોરોના વાઇરસથી ચેપ લાગ્યો હતો. રમેશ પોખરીયલ નિશંકે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને આપી માહિતી
રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ આવ્યા બાદથી તબીબી સૂચનોનું પાલન કરી રહ્યા છે. રમેશ પોખરીયલે ટ્વિટ કર્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા ડૉકટર્સની સલાહ પ્રમાણે હું દવા અને સારવાર મેળવી રહ્યો છું. આપ સૌને વિનંતી છે કે જેમને પણ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા હોય, તે તમામ રિપોર્ટ કરાવે.
આ પણ વાંચો -