ETV Bharat / bharat

કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો - કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ

કુતુબમિનારના વિવાદ (Qutub Minar Controversy) વચ્ચે ઐતિહાસિક સંકુલમાં ખોદકામ માટે સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ નિર્દેશો આપવામાં આવ્યા છે. મંત્રાલયે કુતુબ મિનારમાં રાખવામાં આવેલી હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમા બનાવવાનો આદેશ જારી કર્યો છે.

કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો

author img

By

Published : May 22, 2022, 3:15 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે દિલ્હીમાં ઐતિહાસિક કુતુબ મિનાર (Qutub Minar Controversy)સંકુલમાં ખોદકામ માટે સૂચના આપી છે. મંત્રાલયે કુતુબ મિનારમાં રાખવામાં આવેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રતિમા બનાવવાનો આદેશ જારી કર્યો છે. ASI હવે અહીં ખોદવાનું કામ (Excavations at Qutub Minar) કરશે. સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ અને અધિકારીઓએ થોડા દિવસો પહેલા કુતુબ મિનારનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ પુરાતત્વ વિભાગને અહીં સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે.

કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો
કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો

આ પણ વાંચો: 2017 પછીની તમામ ચૂંટણીમાં ભાજપના વિજયરથની સફર, 2022માં ભાજપ ઈતિહાસ રચશે?

એવું કહેવામાં આવ્યું છે કે, ખોદકામનું કામ કુતુબ મિનારની દક્ષિણમાં અને મસ્જિદથી 15 મીટરના અંતરે શરૂ થશે. જણાવી દઈએ કે મંત્રાલયે માત્ર કુતુબ મિનાર જ નહી પરંતુ અનંગતાલ અને લાલકોટ કિલ્લામાં પણ ખોદકામ કરવા માટે નિર્દેશ આપ્યા છે. જણાવી દઈએ કે ખોદકામના નિર્ણય પહેલા સંસ્કૃતિ સચિવ ગોવિંદ સિંહ મોહને 12 અધિકારીઓની ટીમ સાથે કુતુબ મિનારની મુલાકાત (Qutub Minar Visit) લીધી હતી. જે ટીમમાં ત્રણ ઈતિહાસકારો, ચાર ASI અધિકારીઓ અને તપાસનીશ ટીમ હાજર હતી. ASI અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા કુતુબ મિનારનું ખોદકામ વર્ષ 1991માં થયું હતું, ત્યાર બાદ હવે તે થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: Bathinda summons to Dera Sirsa: ડેરા સિરસામાં થતા લગ્નો હવે ફરી એક વખત સવાલોના ઘેરામાં

શું છે કુતુબ મિનારનો વિવાદ? હિન્દુ સંગઠનનો દાવો છે કે, કુતુબ મિનાર (Qutub Minar Complex ) વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે અને મુસ્લિમ આક્રમણકારોએ ડઝનબંધ જૈન-હિંદુ મંદિરો તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી. તે સમયે હિંદુઓની ભાવનાઓને તોડવા માટે મુસ્લિમ આક્રમણકારોએ મંદિરોમાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિઓને તોડી પાડી હતી અને તેમને શેતાન કહ્યા હતા. કુતુબ મિનારમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિને અન્ય જગ્યાએ ખસેડીને સ્થાપિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે કોઈપણ પ્રકારની છેડછાડ પર મનાઈ ફરમાવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી હિંદુ સમર્થિત પક્ષોએ કુતુબ મિનારની બહાર હનુમાન ચાલીસાના પાઠ પણ શરૂ કર્યા હતા. લોકોનું કહેવું છે કે, કુતુબ મિનાર એક વિષ્ણુ સ્તંભ હતો અને આ જગ્યાનું નામ બદલવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.