નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2022 (Union Budget 2022) દરમિયાન અનેક મહત્વપૂર્ણ જાહેરાત (Finance Minister Nirmala Sitharaman on digital currency ) કરી છે. આમાંથી એક છે ડિજિટલ કરન્સી. નાણા પ્રધાને કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્ક તરફથી આ વર્ષે ડિજિટલ કરન્સી (RBI to launch Digital Currency) લોન્ચ કરવામાં આવશે. આ બ્લોક ચેન આધારિત કરન્સી હશે.
-
Digital rupee to be issued using blockchain and other technologies; to be issued by RBI starting 2022-23. This will give a big boost to the economy: FM Nirmala Sitharaman#Budget2022 pic.twitter.com/tUdj2DoZCR
— ANI (@ANI) February 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Digital rupee to be issued using blockchain and other technologies; to be issued by RBI starting 2022-23. This will give a big boost to the economy: FM Nirmala Sitharaman#Budget2022 pic.twitter.com/tUdj2DoZCR
— ANI (@ANI) February 1, 2022Digital rupee to be issued using blockchain and other technologies; to be issued by RBI starting 2022-23. This will give a big boost to the economy: FM Nirmala Sitharaman#Budget2022 pic.twitter.com/tUdj2DoZCR
— ANI (@ANI) February 1, 2022
બ્લોક ચેન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડિજિટલ કરન્સી જાહેર કરાશે
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે, બ્લોક ચેન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડિજિટલ કરન્સી (RBI to launch Digital Currency) જાહેર કરાશે. આ વર્ષ 2022-23ની શરૂઆતથી જાહેર કરાશે. નાણા પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આનાથી અર્થતંત્રને મજબૂતી મળશે.
ડિજિટલ ચૂકવણી માટે બનશે ડિજિટલ બેન્ક
સાથે જ નાણા પ્રધાને કહ્યું હતું કે, ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે અનુસૂચિત વાણિજ્યિક બેન્ક (scheduled commercial banks) દ્વારા 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્ક સ્થાપિત (Digital bank for digital payments) કરવામાં આવશે. નાણા પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા 'દેશ સ્ટેક ઈ-પોર્ટલ' શરૂ કરવામાં (Country Stack e Portal) આવશે.
સામાન્ય બજેટ અન્ય કયા ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવી, જુઓ
- Budget Education Sector: કોરોનાકાળમાં શિક્ષણના નુકસાનને પહોચી વળવા ડિજિટલ યુનિવર્સિટી સ્થાપાશે
- Budget 2022 Post Office : ઓનલાઈન મની ટ્રાન્સફર થશે, ડિજિટલ બેન્કિંગ સેન્ટરની જાહેરાત
- Budget Tax Sector 2022: ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી લાવવાની કરી જાહેરાત
- Union Budget Railway: આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે
- GIFT International Arbitration Center : કેન્દ્રીય બજેટ 2022માં થયેલી ગાંધીનગર ગિફ્ટ સિટીને લગતી મહત્ત્વની જાહેરાત
- Budget Infrastructure: વર્ષ 2022-23માં GDP 8.0-8.5 ટકાના દરે વધવાનો અંદાજ
આ વર્ષથી જાહેર કરાશે ડિજિટલ કરન્સી
નાણા પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષથી ડિજિટલ કરન્સી જાહેર (RBI to launch Digital Currency) કરાશે. RBI આ વર્ષે 2022-23થી ડિજિટલ રૂપિયા જાહેર કરશે. ડિજિટલ રૂપિયાને અન્ય ટેકનિકનો ઉપયોગ કરીને જાહેર કરાશે. આનાથી અર્થતંત્રને સારું પ્રોત્સાહન મળશે. આ સાથે જ નાણા પ્રધાને કહ્યું હતું કે, ક્રિપ્ટો ગિફ્ટ કરવા પર પણ ટેક્સ લાગશે. ક્રિપ્ટો કરન્સી ગિફ્ટ આપવા પર 30 ટકા ટેક્સ લાગશે. જ્યારે ક્રિપ્ટોના ટ્રાન્સફર પર પણ ટેક્સ લગાવવામાં આવશે.
ઈ પાસપોર્ટની કરવામાં આવી જાહેરાત
સામાન્ય બજેટ 2022-23 રજૂ કરતા નાણા પ્રધાને ઉમેર્યું હતું કે, ચિપ આધારિત ઈ-પાસપોર્ટ જાહેર કરાશે. તેમણે કહ્યું હતું કે, શહેરી યોજના માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવશે તથા વેપાર કરવાની સરળતા અને જીવનની સરળતાના આગામી તબક્કાઓ પણ શરૂ કરવામાં આવશે.