ETV Bharat / bharat

'ગરબા'ને મળી નવી વૈશ્વિક ઓળખ, યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ - મળી નવી વૈશ્વિક ઓળખ

Gujarat's Garba dance UNESCO: યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના ગરબા નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે આ મામલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 6:08 PM IST

Updated : Dec 7, 2023, 1:08 PM IST

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના લોકપ્રિય ગરબા નૃત્યને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઑફ હ્યુમેનિટી (ICH)ની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. નવરાત્રિ ઉત્સવ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં યોજાતા ગરબાને યાદીમાં સામેલ કરવા માટે ભારતે નામાંકન કર્યું હતું. ગરબાના સ્વરૂપમાં દેવી માતાની ભક્તિની વર્ષો જૂની પરંપરા જીવંત અને વિકસી રહી છે.

  • માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે.

    વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે.… pic.twitter.com/ZqTh0xbgPl

    — Bhupendra Patel (@Bhupendrapbjp) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે X પર લખ્યું કે, 'માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

  • Congratulations India 🇮🇳

    A moment of profound national pride as 'Garba of Gujarat' is inscribed in UNESCO's Representative List of Intangible Cultural Heritage (ICH) of Humanity. This marks the 15th ICH element from India to achieve this prestigious recognition.

    Garba, a… pic.twitter.com/AyBV4Bg2dk

    — G Kishan Reddy (@kishanreddybjp) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંગળવારે કસાને, બોત્સ્વાનામાં શરૂ થયેલી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની આંતરસરકારી સમિતિની 18મી બેઠક દરમિયાન 2003ના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેના સંમેલનની જોગવાઈઓ હેઠળ તેને સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું.

એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું છે કે, 'ગુજરાતનું ગરબા નૃત્ય આ યાદીમાં સામેલ થનારી ભારતની 15મી અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર છે. આ સિદ્ધિ સામાજિક અને લિંગ સમાવિષ્ટતાને પ્રોત્સાહન આપતી એકીકૃત શક્તિ તરીકે ગરબાની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે.'

યુનેસ્કોની વેબસાઈટ મુજબ, ગરબા એ નવરાત્રીના તહેવાર નિમિત્તે કરવામાં આવતું "કર્મકાંડ અને ભક્તિપૂર્ણ નૃત્ય" છે, જે સ્ત્રીની ઉર્જા અથવા 'શક્તિ'ની ઉપાસનાને સમર્પિત છે.

  • Garba of Gujarat. For the world.

    Delighted that @UNESCO has inscribed Garba in the representative list of intangible cultural heritage of humanity. pic.twitter.com/CHk10maZEu

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. Maadi Song Out: નવરાત્રીના પર્વે પીએમ મોદીએ લખ્યો ગરબો 'માડી', વીડિયોની યુટ્યૂબ લિંક કરી શેર કરી
  2. Heart Attack Case: નવરાત્રીમાં કુલ 675 જેટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયા, સૌથી વધુ અમદાવાદમાં

Last Updated : Dec 7, 2023, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.