- ઉલ્ફા (આઇ) માં બીજા નંબરના કમાન્ડર રાજખોવાનું આત્મસમર્પણ
- રાજખોવાની સેનાએ ધરપકડ કરી
- બંને વચ્ચે એક કલાક સુધી ચાલી હતી અથડામણ
દિસપુરઃ ઉલ્ફા (આઇ) ના ઉપ કમાન્ડર ઇન ચીફ દ્રષ્ટિ રાજખોવાએ બુધવારે મેઘાલયમાં આત્મસમર્પણ કર્યું છે. અસમ સરકારના સૂત્રો અનુસાર રાજખોવાની સેનાએ ધરપકડ કરી છે અને તેના અન્ય ચાર સાથીઓએ પણ આત્મસમર્પણ કર્યું છે. રાજખોવાને અસમ લાવવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવીએ તો રાજખોવા ઉલ્ફા (ઇન્ડિપેન્ડન્ટ) માં શીર્ષ ક્રમમાં બીજા નંબર પર છે.
બંને વચ્ચે એક કલાક સુધી ચાલી હતી અથડામણ
પોલીસે એસએફ-10 કમાન્ડોની એક ટીમની સાથે તેનો દક્ષિણી ગારો પહાડીઓમાં સ્થિત બોબોગ્રકે ગામ નજીક ઘેરાવો કર્યો હતો. વધુ જાણકારી અનુસાર પોલીસ અને કમાન્ડોની સાથે અથડામણ બાદ રાજખોવાએ આત્મસમર્પણ કર્યું હતું. આ અથડામણ લગભગ એક કલાક સુધી ચાલી હતી અને તેને જ્યારે અનુભવ્યું કે, હવે બચવાનો કોઇ રસ્તો નથી, ત્યારે તેણે હથિયાર નીચે કર્યા હતા.
વધુમાં રાજખોવા છેલ્લા ત્રણ મહિનાથી ભારત-બાંગ્લાદેશ સીમા પર બંને પક્ષોના સુરક્ષા બળોને એક પર્ચી આપીને છેલ્લા ત્રણ મહિનાથી બંને તરફ આવતો-જતો રહ્યો છે. રાજખોવાએ ગત્ત મહીને જાફલોન્ગ નજીક જોવા મળ્યો હતો, જ્યારે ઢાકામાં પાકિસ્તાની ઉચ્ચાયુક્ત ઇમરાન સિદ્દીકી તે વિસ્તારમાં એક રિઝોર્ટમાં રજા પર હતા.
જો કે, બંનેની મુલાકાતની પુષ્ટિ થઇ નથી, પરંતુ ભારતીય જાસુસી એજન્સીઓને જાણકારી મળી હતી કે, ઢાકામાં પાકિસ્તાનના સંરક્ષણ અટેચે બ્રિગેડિયર એજાઝ હાલના મહીનામાં ઉત્તર-પૂર્વના વિદ્રોહી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. એજાઝ એક સ્થાનિક વ્યક્તિના સંપર્કમાં છે, જેને પૂર્વોતરમાં વિદ્રોહીઓને સમર્થન આપવા માટે ઓળખવામાં આવે છે.