ન્યુઝ ડેસ્ક: યુક્રેનમાં ઓછામાં ઓછા 16 બાળકો રશિયા દ્વારા બોમ્બ ધડાકા અને ગોળીબાર (Russian invasion of Ukraine)ને કારણે મૃત્યુ પામ્યા છે અને નાગરિકોની જાનહાનિ મોટી છે, એમ ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઇગોર પોલિખાએ જણાવ્યુ હતુ.
16 યુક્રેનિયન બાળકો માર્યા ગયા
દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા રાજદૂતે કહ્યું કે, યુક્રેન પર રશિયન આક્રમણ દરમિયાન 16 યુક્રેનિયન બાળકો માર્યા ગયા (16 Ukrainian children killed) છે. તેમણે કહ્યું, "અમે ઘણી બધી નાગરિક જાનહાનિ સહન કરી રહ્યા છીએ. અમારા મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર, રશિયન શાંતિ-લડાઈ ઓપરેશન દ્વારા બોમ્બ ધડાકા અને ગોળીબારમાં પહેલાથી જ 16 બાળકો માર્યા ગયા છે."
5,300 રશિયન સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો
ડૉ. ઇગોરે ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 5,300 રશિયન સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો (5,300 Russian soldiers dead) છે. "યુરોપની એર સ્પેસ ગઈકાલે રશિયન એરોપ્લેન માટે બંધ કરવામાં આવી હતી. રશિયન અર્થવ્યવસ્થા દરરોજ અપંગ થઈ રહી છે. રશિયામાં એકદમ અભૂતપૂર્વ જાનહાનિ થઈ રહી છે. લગભગ 5,300 રશિયન સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે,"
વાંચો : યુક્રેનના માથે વધુ એક આફત: WHOની ચેતવણી, માત્ર 24 કલાક ચાલે એટલુ જ મેડિકલ ઓક્સિજન
યુદ્ધ રોકવા માટે વિનંતી
"અમે અમારા તમામ વિદેશી ભાગીદારોને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુદ્ધ રોકવા માટે દબાણ લાવવા વિનંતી કરી રહ્યા છીએ. આજે અમારું પ્રતિનિધિમંડળ શાંતિ વાટાઘાટોના પ્રથમ રાઉન્ડ માટે ગયા હતા. શાંતિ મંત્રણા દરમિયાન પણ સતત ગોળીબાર, બોમ્બ ધડાકા થયા હતા".
વાંચો : Ukraine Paralympic Team: યુક્રેનના 20 ઓલિમ્પિયન હજુ ચીન પહોંચ્યા નથી
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, યુક્રેનિયન શરણાર્થીઓની સંખ્યા 4 લાખને વટાવી ગઈ છે અને જો યુદ્ધ અટકાવવામાં નહીં આવે તો સંખ્યા સરળતાથી 7 મિલિયનને પાર કરી શકે છે. "જો યુદ્ધ રોકવામાં ન આવે તો, સંખ્યા 7 મિલિયન સુધી પહોંચી શકે છે. સરહદ પર ઘણી લાંબી કતારો છે. લાખો યુક્રેનિયનો કતારોમાં ઉભા છે, સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે". યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ વિશે વાત કરતાં, ઇગોર પોલિખાએ કહ્યું કે, તેઓ ભારતીય અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે અને બંને દેશો સમાન વસ્તુઓ ઇચ્છે છે.