ન્યૂયોર્કઃ યુક્રેનમાં રશિયાની વિશેષ સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાથી US તેલની આયાત પર પ્રતિબંધ (Russian oil import ban in USA) ની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે ઈતિહાસમાં આર્થિક પ્રતિબંધોના સૌથી મહત્વપૂર્ણ પેકેજને લાગુ કરી રહ્યા છીએ, અને તેનાથી રશિયાની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો : રશિયાના ડેપ્યુટી PMની ધમકી, જો પ્રતિબંધો લગાવવામાં આવશે તો ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલરને પાર જશે
રશિયાથી તેલની આયાત પર પ્રતિબંધ
તેમણે કહ્યું કે, અમે આ પ્રતિબંધ સાથે આગળ વધી રહ્યા છીએ, એ સમજીને કે અમારા ઘણા યુરોપિયન સહયોગી અને ભાગીદારો અમારી સાથે જોડાવાની સ્થિતિમાં ન પણ હોય. આ અગાઉ આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, US પ્રમુખ જો બાઇડન રશિયાથી તેલની આયાત પર પ્રતિબંધ (Russian oil import ban in USA president joe biden) મૂકવાના છે.
આ પણ વાંચો : યુક્રેન-રશિયા વાતચીતનો ત્રીજો રાઉન્ડ સમાપ્ત, માનવતાવાદી કોરિડોર બનાવવા અંગે ચર્ચા
પુતિનને હટાવવા માટે કાર્યવાહી
સમાચાર એજન્સી PTIએ અહેવાલ આપ્યો છે કે, યુક્રેનમાં રશિયન સેનાની વિશેષ સૈન્ય કાર્યવાહી (Ukraine Russia special military action) બાદ અમેરિકા વધુ કડક પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી રહ્યું છે. સમાચાર અનુસાર, પુતિનને હટાવવા માટે બાઇડનની શરત રશિયાથી અમેરિકામાં આયાત થતા તેલ પર પ્રતિબંધ લગાવવાની છે.