ન્યૂઝ ડેસ્ક: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર યુક્રેનમાં વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 11 દિવસના ભીષણ ગોળીબાર બાદ રશિયન સેનાએ યુદ્ધના 12માં દિવસે યુક્રેન સાથે યુદ્ધવિરામની જાહેરાત (Russia Announcement ceasefire) કરી છે. જણાવી દઈએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ હજારો રશિયનોના મૃત્યુનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસમાંથી મળી લાશ
સમાચાર એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સાંજે 7 વાગ્યે (ગ્રીનવિચ મેન્યુઅલ ટાઈમ)થી શરૂ થશે. રશિયન સેનાનો યુદ્ધવિરામ (Russian military declares ceasefire) ભારતીય સમય અનુસાર 8 માર્ચે બપોરે 12.30 વાગ્યાથી લાગુ થશે. સમાચાર એજન્સી ANIએ સ્પુટનિકને ટાંકીને કહ્યું કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (French President Emmanuel Macron)ની અપીલ પર, રશિયન સેનાએ યુદ્ધવિરામની જાહેરાત કરી.