નવી દિલ્હી: યુક્રેનમાં ચાલી રહેલી રશિયન સૈન્ય કાર્યવાહી અને ત્યાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક(High level meeting chaired by PM) યોજી હતી. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાન કાર્યાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : ક્વાડ મીટિંગમાં મોદીએ કહ્યું - વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરો
વડાપ્રધાને બોલાવી બેઠક
આજે શુક્રવારે, "વડાપ્રધાને યુક્રેન કટોકટીથી ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી." આ બેઠક એવા સમયે કરવામા આવી છે જ્યારે રશિયન દળોએ યુક્રેનિયન શહેર એનેર્હોદર પર હુમલાને વધુ તીવ્ર બનાવ્યા હતા અને તે જ ક્રમમાં યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પર તોપમારો કર્યા બાદ આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ ત્યાંથી રેડિયેશન ફેલાવાનું જોખમ વધી ગયું છે.
આ પણ વાંચો : PM Modi Rajasthan Visit: PM મોદી 7 માર્ચે રાજસ્થાનના પ્રવાસે, 'ઓપરેશન વાયુશક્તિ' કાર્યક્રમમાં થશે સામેલ
મોદીએ કરી રાષ્ટ્રપતિ વ્લાદિમીર સાથે વાત
યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ગંગા'માં ભારતીય વાયુસેનાના C-17 એરક્રાફ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે વખત ફોન પર વાત કરી છે.