ETV Bharat / bharat

Maharashtra Political Crisis: SCએ ઉદ્ધવ જૂથની EC વિરુદ્ધ અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇન્કાર

મહારાષ્ટ્રની રાજકીય લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક આપવામાં આવ્યા બાદ ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયનો વિરોધ કર્યો છે. ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે ઉદ્ધવ જૂથની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

SCએ EC વિરુદ્ધ ઉદ્ધવ જૂથની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

author img

By

Published : Feb 20, 2023, 6:16 PM IST

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથને આજે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ઠાકરે જૂથે આજે સવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચ સામેની અરજીની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જેના જવાબમાં CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે અરજી તાત્કાલિક સુનાવણી માટે સ્વીકાર્ય નથી. સુપ્રીમ કોર્ટે પ્રક્રિયા મુજબ આવતીકાલે અરજી દાખલ કરવા જણાવ્યું છે. હવે ઉદ્ધવ જૂથ આવતીકાલે આ અરજી પર તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરશે.

ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને વિધાનસભામાં પાર્ટી ઓફિસનો કબજો મળી ગયો છે. જો કે ઉદ્ધવ ઠાકરે જૂથે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું પ્રતીક ફાળવવામાં ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ જૂથની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ ચૂંટણી પંચના નિર્ણય સામેની અરજી અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો: Maharashtra Political Crisis: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શિંદેનું નિવેદન- અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ

શિંદે જૂથ દ્વારા કેવિયેટ અરજી: આ મામલે શિંદે જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફરિયાદીવતી કેવિયેટ અરજી દાખલ કરવામાં આવે છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેની સામે કોઈ પણ આદેશ સાંભળ્યા વિના પસાર ન થાય. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ શુક્રવારે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક ફાળવ્યું છે.

આ પણ વાંચો: Godhra Train Burning Case: ગુજરાત સરકાર ગોધરાકાંડના 11 દોષિતોની ફાંસીની સજાની માંગ કરશે

બે હજાર કરોડમાં ડીલઃ ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે એકનાથ શિંદે જૂથે શિવસેનાનું નામ અને પ્રતીક ખરીદવા માટે બે હજાર કરોડનો સોદો કર્યો છે. રાઉતે દાવો કર્યો છે કે બે હજાર કરોડ એ શરૂઆતનો આંકડો છે અને તે સાચો છે. રાઉતે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તે ટૂંક સમયમાં જ તેનો ખુલાસો કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.