જયપુર: કન્હૈયા લાલ હત્યા (Kanhaiya Lal murder case) કેસના બે આરોપીઓએ ઉદયપુરમાં અન્ય એક વેપારીની હત્યા કરવાની યોજના (Udaipur horror) બનાવી હતી, સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન IS સાથે સંબંધ ધરાવે છે. વેપારી શહેરની બહાર હોવાથી બચી ગયો હતો. બિઝનેસમેનના પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેમના પુત્રએ 7 જૂને નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી.
આ પણ વાંચો: ધરતી ધસી પડતા લોકો જીવતા દટાયા, કેટલાક બચાવાયા તો ઘણા હજી ગુમ
તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેની ધરપકડ (Udaipur kanhaiyalal murderer arrest) કરવામાં આવી હતી, પરંતુ એક જ દિવસમાં છોડી મૂકવામાં આવ્યો હતો. 9 જૂનથી તેની દુકાને અલગ-અલગ લોકો આવવા લાગ્યા હતા. મુશ્કેલીનો અહેસાસ થતાં, વેપારીએ તેની દુકાને જવાનું બંધ કર્યું અને તે સમય માટે શહેર છોડી દીધું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ 30 માર્ચે જયપુરમાં સીરીયલ બ્લાસ્ટ કરવાના કાવતરાનો ભાગ હતા.
ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ:
દરમિયાન NIAના સૂત્રોએ જણાવ્યું હતું કે હત્યાના બંને આરોપીઓને પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવી શકે છે અને તેમના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. NIA ટીમ બંને આરોપીઓની પોસ્ટ અને ચેટ સહિત સોશિયલ મીડિયા સંબંધિત વિગતો મેળવવા માટે સાયબર અને ફોરેન્સિક ટીમોની મદદ લઈ રહી છે.
આ પણ વાંચો: સામાન્ય કારણમાં પતિએ સાસિરીયા પક્ષને કર્યો બાળીને ખાખ
દાવત-એ-ઈસ્લામ સાથેના તેમના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ પાકિસ્તાન સ્થિત દાવત-એ-ઈસ્લામી મોહમ્મદ રિયાઝ મારફત આઈએસના દૂરસ્થ સ્લીપર સંગઠન અલ-સુફા સાથે કથિત રીતે જોડાયેલા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ વધુ પાંચ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. આ કેસમાં વધુ ધરપકડ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.