ETV Bharat / bharat

ICC World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઉબર કેમ્પર્સનો લાભ 10 લકી ક્રિકેટ પ્રેમીઓને મળશે - ક્રિકેટ પ્રેમીઓ માટે આરામદાય અનુભવ

ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉબર કંપની દ્વારા પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે. વાંચો ઉબરની આ ખાસ જાહેરાત વિશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઉબર કેમ્પર્સનો લાભ 10 લકી ક્રિકેટ પ્રેમીઓને મળશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 7:00 PM IST

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે. આ મેચ માટે ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહી છે. અમદાવાદ સિવાય અન્ય શહેરો, અન્ય રાજ્યો અને વિદેશથી પણ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ આ મેચ માટે અમદાવાદના મહેમાન બનવાના છે. આ મેચમાં કેબ સર્વિસ પ્રોવાઈડર ઉબર કંપનીએ કેબ સર્વિસ ઉપરાંત એક વધારાની સગવડ ક્રિકેટ પ્રેમીઓ માટે જાહેર કરી છે. આ સગવડ એટલે ઉબર કેમ્પર્સ.

10 ઉબર કેમ્પર્સઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસ પાસ 10 લક્ઝરી ઉબર કેમ્પર્સ પાર્ક કરવામાં આવશે. આ ઉબર કેમ્પર્સમાં ક્રિકેટ પ્રેમીઓ 2 રાત-3 દિવસનું રોકાણ કરી શકશે. બીસીસીઆઈ દ્વારા અમદાવાદમાં રમાનાર ભારત પાકિસ્તાનની મેચની વધુ 14,000 ટિકિટો રીલિઝ કરી છે ત્યારે ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન માટે ઉબર કંપની આગળ આવી છે. ઉબર કંપનીએ ખાસ લક્ઝરી ઉબર કેમ્પર્સની સગવડ કરી છે. જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ પાર્ક કરવામાં આવશે.

10 લકી ક્રિકેટ પ્રેમીઓને મળશે આ સુવિધાઃ અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર ક્રિકેટ પ્રેમીઓમાંથી 10 નસીબદાર કુટુંબોને ઉબર કેમ્પર્સની સગવડ મળશે. ઉબર કેમ્પર્સ એક બેસ્ટ એકોમોડેશનની લિમિટેડ એડિશન મોબાઈલ સુવિધા છે. જે 14મી ઓક્ટોબરે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ જોવા માટે આવનારા ક્રિકેટ પ્રેમીઓમાંથી નસીબદાર ક્રિકેટ પ્રેમીઓને પૂરી પાડવામાં આવશે. આ સુવિધા ફ્રી ઓફ ચાર્જ છે તેમજ તેમાં લક્ઝરી લોજિંગ એક્સપિરીયન્સનો સમાવેશ થાય છે. ઉબર કેમ્પર્સમાં 4 વ્યક્તિઓ માટે કોઝી બેડ્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વોશરૂમ તેમજ બેઝિક કિચન ફેસિલિટીઝનો સમાવેશ થાય છે.

15 મિનિટ અંતરે પાર્ક કરાશેઃ 10 લકી ક્રિકેટ ફેન્સ તેના પરિવાર અને મિત્રો સાથે ઉબર કેમ્પર્સમાં રહેવાની મજા માણી શકશે. આ ઉબર કેમ્પર્સને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ પાર્ક કરવામાં આવશે. આ ઉબર કેમ્પર્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 15 મિનિટના અંતરે પાર્ક કરવામાં આવશે. તા.13થી 15 એમ બે દિવસ આ સુવિધા નસીબદાર ક્રિકેટ પ્રેમીઓ માટે ઉપલબ્ધ રહેશે. ઉબર કેમ્પર્સનો આ બે દિવસનો અનુભવ ક્રિકેટ પ્રેમીઓ માટે આરામદાયક અને સ્ટ્રેસ ફ્રી રહેશે.

  1. World Cup 2023 : ટીમ ગુજરાત તૈયાર, ભારત-પાકિસ્તાન મેચ સુરક્ષિત માહોલમાં યોજાશે - હર્ષ સંઘવી
  2. Cricket World Cup 2023: આઝમે હૈદરાબાદના ગ્રાઉન્ડ સ્ટાફને પાક.ની જર્સી ભેટ આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.