ETV Bharat / bharat

U 19 World Cup 2022: ભારત ફાઇનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવ્યું - ભારત ફાઇનલમાં પહોંચ્યું

અંડર 19 વર્લ્ડ કપ 2022ની (U 19 World Cup 2022) બીજી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ (India reached final) કર્યો છે. શનિવારે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે.

U 19 World Cup 2022: ભારત ફાઇનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવ્યું

author img

By

Published : Feb 3, 2022, 8:59 AM IST

ઓસ્બોર્નઃ ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2022ની (U-19 World Cup 2022) ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે મેચ રમશે. ભારતીય અંડર-19 ટીમે બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 96 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ (India reached final) કર્યો છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમ

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે કેપ્ટન યશ ધુલની (110) સદી અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે 290 રન બનાવ્યા હતા. વાઇસ-કેપ્ટન શેખ રશીદની (94) અડધી સદી સાથે જંગી સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 41.5 ઓવરમાં 194 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

રવિ કુમાર અને નિશાંત સિંધુએ બે-બે વિકેટ ઝડપી

ભારત તરફથી વિકી ઓસ્તવાલે ત્રણ, રવિ કુમાર અને નિશાંત સિંધુએ બે-બે વિકેટ ઝડપી હતી. કૌશલ તાંબે અને અંગક્રિશ રઘુવંશીને એક-એક વિકેટ મળી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી લચલાન શોએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. આ સિવાય કોરી મિલરે 38 રન અને કેમ્પબેલ કેલવેએ (Campbell Kellaway) 30 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: અંડર-19 વર્લ્ડ કપ: તિલક વર્મા દિવસમાં માત્ર 2 જ કલાક કરતા હતા આરામ

ધૂલ અને રાશિદે ટીમને પ્રથમ બે ઝટકામાંથી બચાવી

ભારતીય દાવ દરમિયાન ધૂલ અને રાશિદે ટીમને પ્રથમ બે ઝટકામાંથી બચાવી હતી અને આ મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બન્નેએ ત્રીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે 8મી ઓવરમાં 16 રનના સ્કોર પર ફોર્મમાં ચાલી રહેલા ઓપનર અંગક્રિશ રઘુવંશીની (06) વિકેટ ગુમાવી દીધી હતી. વિલિયમ સાલ્ઝમેને (57 રન આપીને 2 વિકેટ) રઘુવંશીના બેટની બહારની કિનારી લઈને તેનો સ્ટમ્પ ઉખેડી નાખી હતી. બીજો ઓપનર હરનૂર સિંહ (16) પણ લાંબો સમય ટકી શક્યો નહોતો અને ભારતને 37 રન પર બીજો ઝટકો લાગ્યો હતો.

ધુલ અને રાશિદ ભારતને મોટા સ્કોર તરફ દોરી ગયા

ધુલ અને રાશિદે ખૂબ જ સંયમ જાળવ્યો અને ભારતને મોટા સ્કોર તરફ દોરી ગયા હતા. આ દરમિયાન ધુલે તેની સદી પૂરી કરી હતી, પરંતુ રાશિદ 6 રનથી 100 રન બનાવવાનું ચૂકી ગયો હતો. બન્નેએ ત્રીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવી હતી કે કેપ્ટન ધુલ રનઆઉટ થયો હતો. તે 46મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 110 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી એટલા જ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: અંડર 19 વર્લ્ડકપ: ICCનું કડક વલણ, 3 બાંગ્લાદેશી સહિત 2 ભારતીય ખેલાડીને ફટકારી સજા

ટીમનો સ્કોર 241 રન હતો

બીજા જ બોલ પર રાશિદે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો સ્કોર 241 રન હતો અને તે જેક નિસ્બેટના (નવ ઓવરમાં મેડનથી 41 રનમાં બે વિકેટ) બોલનો શિકાર બન્યો હતો. તેણે 108 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 94 રન બનાવ્યા હતા. કોવિડ-19માંથી સાજા થઈને આ મેચમાં પરત ફરેલ નિશાંત સિંધુ 12 (એક ચોગ્ગા અને એક છગ્ગા) પર અણનમ રહ્યો અને વિકેટ કીપર બેટ્સમેન દિનેશ 20 રન (ચાર બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા) બનાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.