ETV Bharat / bharat

અપાર અંધશ્રધ્ધા- આર્થિક લાભ માટે દંપતીએ 2 સ્ત્રીની બલી ચડાવી દીધી - લોટરીની ટિકિટ વેચતી બે મહિલાઓ

કેરળમાં એક દંપતીએ આર્થિક લાભ માટે કાળા જાદુના (women were murdered as part of a ritualistic )નામે બે સ્ત્રીની બલી આપવાની ઘટનાએ ચકચારી મચાવી છે.

અપાર અંધશ્રધ્ધા- આર્થિક લાભ દંપતીએ આપી 2 સ્ત્રીની બલી

author img

By

Published : Oct 11, 2022, 7:09 PM IST

Updated : Oct 11, 2022, 8:54 PM IST

કોચી(કેરળ): શેરીઓમાં લોટરીની ટિકિટ વેચતી બે મહિલાઓ આ વર્ષે જૂન અને સપ્ટેમ્બરમાં ગુમ થઈ ગઈ હતી અને તપાસમાં માનવ બલીના પુરાવા મળ્યા હતા. અહેવાલોમાં મુજબ બલી આપનાર શફી મેલીવિદ્યાનો અભ્યાસી હતો, જેણે એક દંપતીને ખાતરી આપી હતી કે તેઓને તેમની નાણાકીય સમસ્યાઓમાંથી બહાર આવવા માટે બલી ચડાવવાની જરૂર પડશે. દંપતીએ નજીકના શહેરમાં પ્રથમ મહિલા રોઝાલીનને પસંદ કરી, તેણીને ફિલ્મમાં અભિનય કરવા માટે પૈસાની ઓફર કરી અને તેણીને ઘરે બોલાવી હતી, ત્યારબાદ ઘરે લઈ જઈને બલીની વિધિ તરીકે તેનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું.

શફીનો સંપર્ક કર્યોઃ જ્યારે આ કરવાથી પણ તેમની નાણાકીય મુશ્કેલીઓ દુર ન થઈ, ત્યારે દંપતીએ ફરીથી શફીનો સંપર્ક કર્યો હતો. આથી શફીએ તેમને હજુ એક "બલિદાન" રાખવાની જરૂર છે. તેમ કહ્યું હતું. આથી તેઓએ તે પછી બીજી મહિલા, પદ્મમ સાથે સમાન મોડસ ઓપરેન્ડીનું પાલન કર્યું હતું. મહિલાની બલી આપી હતી. ત્રણેયે માનવ બલિદાનના ભાગ રૂપે બે મહિલાઓની હત્યા કરી હતી. મૃતદેહોને ઘણા ટુકડા કરી દીધા હતા અને દફનાવી હતી.

"કોચીમાંથી ગુમ થયેલી બે મહિલાઓને કાળા જાદુના ભાગરૂપે બલિદાન આપવામાં આવ્યું હતું." અહીં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા નાગરાજુએ જણાવ્યું હતું કે, "આરોપી શફી દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે તિરુવલ્લાના દંપતીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતો. તેમણે કહ્યું હતુ કે આરોપીઓને પથાનમથિટ્ટામાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં હત્યા થઈ હતી. "અમારી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જે બન્યું તે ધાર્મિક માનવ બલિદાન હતું. વધુ તપાસની જરૂર છે. આનાથી સંબંધિત વધુ એક કેસ થવાની સંભાવના છે. પ્રારંભિક સમજણ એ છે કે આરોપીઓએ આ મહિલાઓને લલચાવી હતી અને તેમને કેટલીક ઓફરો આપીને છેતરી હતી. આ કેસમાં ઘણા સ્તરો છે અને આરોપીઓના કબૂલાતના નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે," સીએચ. નાગારાજુ, કોચી શહેર પોલીસ કમિશનર

પહેલાથી જ સંકેતઃ તેમણે કહ્યું કે તેમને મહિલાઓના મૃતદેહને બહાર કાઢવામાં આવશે અને આ માટે મૃતદેહને બહાર કાઢવા માટે ટીમ એલંદુર પહોંચી ગઈ છે. તેમણે આગળ કહ્યું કે પોલીસને પહેલાથી જ સંકેત મળી ગયો હતો કે, દંપતીએ આ માટે શિહાબને પૈસા ચૂકવ્યા હતા અને દંપતીના આર્થિક લાભ માટે બલિદાન આપવામાં આવ્યું હતું. પોલીસને આશંકા છે કે જૂનમાં એક મહિલા અને સપ્ટેમ્બરમાં બીજી એક મહિલાની હત્યા થઈ હતી. પોલીસને એવી પણ શંકા છે કે આરોપીએ અગાઉ વધુ એક મહિલાનું બલિદાન આપ્યું હતું.

Last Updated : Oct 11, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.