ETV Bharat / bharat

શ્રીનગર એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર,એક CRPF જવાનો પર થયેલા હુમલામાં સામેલ હતો - Terrorist attack in Bishambar nagar

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે એન્કાઉન્ટરમાં ( Encounter in Srinagar) બે આતંકવાદીઓ માર્યા (Death of two terrorists) ગયા હતા. તેમાંથી એક તાજેતરમાં શહેરમાં CRPF જવાનો પર થયેલા હુમલામાં સામેલ હતો.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બિશમ્બર નગરમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં, સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ.

શ્રીનગર એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરૂ

author img

By

Published : Apr 10, 2022, 4:42 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે. આ એન્કાઉન્ટર શ્રીનગરના( Encounter in Srinagar) ખાનયારના બિશમ્બરનગર વિસ્તારમાં થયું હતું. ખાનયાર વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે અને કોમર્શિયલ હબ લાલ ચોકની નજીક આવેલો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બિશમ્બર નગરમાં આતંકવાદીઓની (Terrorist attack in Bishambar nagar) હાજરીની બાતમી મળતાં, સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. ત્યારબાદ આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર (Terrorist attack in Shri Nagar) કર્યો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેના કારણે બંને પક્ષો વચ્ચે સામ સામે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

આ પણ વાચો: Panthachowk Encounter : ત્રણ આતંકવાદીઓ ઠાર, ચાર જવાન ઇજાગ્રસ્ત

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગરમાં થયેલા એન્કાઉન્ટરમાં કુલ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં 4 એપ્રિલે થયેલા હુમલામાં એક આતંકી સામેલ હતો, જેમાં એક CRPF જવાન શહીદ થયો હતો અને બીજો એક જવાન ઘાયલ થયો હતો.આઈજીપીએ ટિ્વટ કરી કહ્યું હતું કે, "સીઆરપીએફ જવાનો પર તાજેતરના હુમલામાં સામેલ એક આતંકવાદી શ્રીનગરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, જ્યારે બીજાને પકડવાના પ્રયાસો ચાલુ છે."

આ પણ વાચો: Encounter In Pulwama : સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.