આગ્રા: જગનેર સ્થિત બ્રહ્મા કુમારી આશ્રમમાં બે સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, આત્મહત્યા કરતા પહેલા તેમણે આશ્રમના વોટ્સએપ પર એક સ્યૂસાઈડ નોટ મોકલી હતી. જેમાં તેમણે આત્મહત્યા માટે આશ્રમના ચાર કર્મચારીઓને જવાબદાર ગણાવ્યા છે. મામલાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. કયા સંજોગોમાં તેમણે આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આશ્રમના 4 લોકો પર આરોપ: આગ્રાના જગનેરમાં બહ્માકુમારીનો આશ્રમ આવલો છે અને અહીં રહેતી બે સગી બહેનોએ આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા તેમણે આશ્રમના વોટ્સએપ પર એક સુસાઈડ નોટ મોકલી હતી. જેમાં બંને બહેનોએ તેમના મૃત્યુ માટે આશ્રમના ચાર કર્મચારીઓ જવાબદાર હોવાનું લખ્યું હતું. તેમણે એમ પણ લખ્યું કે તેમના મૃત્યુ પછી આશ્રમનો ઉપયોગ ગરીબ બાળકોના શિક્ષણ માટે થવો જોઈએ. જણાવવામાં આવ્યું હતું કે બંને બહેનોએ આઠ વર્ષ પહેલા બ્રહ્માકુમારીમાં દીક્ષા લીધી હતી. ત્યારથી તે આશ્રમમાં રહેતી હતી.
પોલીસ લાગી તપાસમાં: હવે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આશ્રમના વોટ્સએપ પર મોકલેલી સુસાઈડ નોટની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આ બંને બહેનો શું થયું જેના કારણે તેમણે આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું. તેમની આત્મહત્યા પાછળ કોણ જવાબદાર છે? આગ્રા પોલીસે આ મામલે ઉંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.