- હરિયાણામાં વ્હાઈટ ફંગસની એન્ટ્રી
- 60 વર્ષ ઉપરની 2 મહિલાઓ થઇ સંક્રમિત
- બન્ને હોસ્પિટલમાં દાખલ
હિસાર(હરિયાણા): જિલ્લામાં બ્લેક ફંગસ સંક્રમણ બાદ હવે વ્હાઈટ ફંગસનું સંક્રમણ પણ ફેલાવા લાગ્યું છે. કોરોના બાદ હવે ત્રીજો ખતરો આરોગ્ય વિભાગ સામે આવ્યો છે. જિલ્લા નાગરિક હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસ સંક્રમણના 2 કેસ સામે આવ્યા છે. બન્ને સંક્રમિત મહિલાઓ છે.
બન્ને મહિલાઓ કોરોનાથી પણ સંક્રમિત
ડૉક્ટરો મુજબ બન્ને મહિલાઓ કોરોનાથી પણ સંક્રમિત છે. આ બન્નેમાં વ્હાઈટ ફંગસનું સંક્રમણ મળ્યું છે. આ બન્ને સંક્રમિત મહિલાઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. મહિલાઓને એન્ટીફંગલ દવા આપીને સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ 'બ્લેક ફંગસ' બાદ હવે 'વ્હાઈટ ફંગસ'નો કહેર, જાણો કઈ રીતે કરે છે શરીર પર હુમલો
બન્નેની ઉમર 60 વર્ષથી વધુ
બન્ને મહિલાઓ હિસાર જિલ્લામાં રહેનારી છે. બન્નેની ઉમર 60 વર્ષથી વધુ છે. આ મહિલાઓને ડાયાબિટિસ પણ છે. સંક્રમિત મહિલાઓ ગત 3-4 દિવસથી જિલ્લા હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. અહીંયા આવ્યાના 2 દિવસ બાદ મહિલાઓમાં વ્હાઈટ ફંગસ સંક્રમણના સક્ષણો સામે આવ્યાં છે. જે બાદ ડૉક્ટરોએ બન્ને મહિલાઓનું સેમ્પલ લીધું હતું. ગુરુવારે આ બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ધ્યાન રાખવાની વાતો
- પુષ્કળ પ્રવાહી પીવો
- દરરોજ ગરમ પાણીથી કોગળા કરો અને સ્વચ્છતાની કાળજી રાખો
- ડાયાબિટિસ કન્ટ્રોલમાં રાખો
- ખાવા-પીવા અને ચાવવા સમયે દર્દ થવા પર ડૉક્ટર પાસે તપાસ કરવો