અમદાવાદઃ આગામી સમયમાં દેશમાં વધુ બે નવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Two More Bullet Train Projects in India ) શરુ થઇ શકે છે. ભારત સરકારે તે માટે તૈયારી શરુ કરી છે. 2022-23માં આ બંને પ્રોજેક્ટ પર કામ શરુ થઇ શકે છે. બુલેટ ટ્રેનની યોજનાઓ સાથે સંકળાયેલા આધિકારિક સૂત્રો પ્રમાણે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરીડોરની સાથે આ બે પ્રોજેક્ટ પર સરકાર આગળ વધી શકે છે.
આગામી વર્ષના બજેટમાં જાહેરાતની સંભાવના
2022માં કેન્દ્રીય બજેટ 2022-23માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને જાહેરાત થવાની પ્રબળ સંભાવના (Two More Bullet Train Projects in India ) છે. નવી દિલ્હી-વારાણસી હાઈસ્પીડ રેલવે કોરીડોર (Delhi-Varanasi Bullet Train Project) અને મુંબઇ-નાગપુર કોરિડોરને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Mumbai-Nagpur Bullet Train Project ) શામેલ કરવાની સંભાવનાઓ જણાવવામાં આવી છે.
નવેમ્બરમાં મળ્યો છે રીપોર્ટ
નવેમ્બરમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનને નવી દિલ્હી-વારાણસી હાઈસ્પીડ રેલવે કોરીડોર અંગે સવિગત રીપોર્ટ (Two More Bullet Train Projects in India ) મળ્યો છે. કોર્પોરેશનના પ્રવક્તાના મતે મુંબઇ-નાગપુર કોરીડોર માટેનો રીપોર્ટ અંતિમ તબક્કામાં છે. જેને આવતાં વર્ષે પહેલાં ક્વાર્ટરમાં રેલવે મંત્રાલયને સોંપાશે. આગામી વર્ષોમાં અન્ય 5 જેટલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડીપીઆર બનાવવાનું કામ પણ પાઇપલાઇનમાં છે.આ કાર્ય 2023માં લગભગ તૈયાર થઇ જશે.
આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનને આપી લીલી ઝંડી, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો કર્યો વિરોધ
1.5 લાખ કરોડ રુપિયાનો અંદાજિત ખર્ચ
આ પ્રોજેક્ટોના ખર્ચાની (Two More Bullet Train Projects in India) વાત કરીએ તો દિલ્હી- વારાણસી પ્રોજેક્ટ માટે 1.5 લાખ કરોડ રુપિયાની લાગત આવી શકે છે. જોકે મુંબઇ -નાગપુર પ્રોજેક્ટનો અંકાજ ખર્ચ થોડો ઓછો હોઇ શકે છે. NHSRCLના જણાવવા પ્રમાણે દિલ્હી વારાણસી પ્રોજેક્ટ વિસ્તૃત રીસર્ચ બાદ તેમાં સવારીના પ્રકાર, રુટ પરના ગામડાઓ પર અસર, જમીન, સામાજિક અને પર્યાવરણીય અસરો વગેરે મુદ્દે તેમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના દેશના પ્રથમ પ્રોજેક્ટમાં એનએચએસઆરસીએલ જ અગ્રયાયી ભૂમિકામાં છે. જોકે જમીન અધિગ્રહણ અને અન્ય સમસ્યાઓ સામે આવતાં ખૂબ વિલંબથી કામ ચાલી રહ્યું છે.
મુંબઇ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અપડેટ
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (National High Speed Rail Corporation Ltd )ની મુંબઈ અને અમદાવાદ(Mumbai-Ahmedabad High Speed Rail) વચ્ચે ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત વાપી નજીક 13.05 મીટરનો પ્રથમ પીલર તૈયાર કરી લેવામાં આવ્યો છે. વાપીમાં ડુંગરા વિસ્તારમાં બનનાર બુલેટ ટ્રેનના (Mumbai-Ahmedabad bullet train) સ્ટેશન માટે આવા 13 થી વધુ પીલર તૈયાર કરવામાં આવશે. જ્યારે 1200 મીટર લાબું સ્ટેશન બનાવવામાં આવશે.ગુજરાતને જોડતા 12 સ્ટેશનોમાંથી પસાર થતા મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર પર વાપી નજીક પ્રથમ 13.05 મીટરનો સંપૂર્ણ ઊંચાઈ સાથેનો પીલર તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની નજીક બીજા 2 પીલર પણ આગામી એકાદ મહિનામાં તૈયાર કરવામાં આવશે. વાપી બુલેટ ટ્રેન સ્ટેશન માટે આવા 13થી વધુ પીલર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ડુંગરા વિસ્તારમાં બનનારૂ બુલેટ ટ્રેનનું સ્ટેશન અમદાવાદ બાદ સૌથી મોટું 1200 મીટર લંબાઈનું સ્ટેશન છે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેનની કામગીરી મહારાષ્ટ્ર સરકારના કારણે ઠપ્પ થઈ ગઈ: રેલ પ્રધાન પિયુષ ગોયલ
આ પ્રોજેક્ટમાં 12 મહત્ત્વના સ્ટેશન છે
મહત્વના 12 સ્ટેશનોમાં મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, જ્યારે ગુજરાતના વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન હશે. બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad bullet train) 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુંબઈ અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેન ગુજરાતમાં અમદાવાદ સુધીનું અંતર 3 કલાકમાં પૂરું કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023માં પૂર્ણ થયા બાદ તબક્કા મુજબ તેના કોચ અને ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જે માટે વર્ષ 2053 સુધીની યોજના છે.
કોરોના લોકડાઉનમાં પણ પ્રોજેકટ અટક્યો નથી
વર્તમાન કોરોના મહામારી અને ચોમાસાની ઋતુને કારણે માનવબળની તીવ્ર અછત અને અન્ય લોજિસ્ટિક્સ પડકારો હોવા છતાં પણ એજન્સી બાંધકામ કાર્યને તેજગતિએ આગળ વધારી રહી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) મુંબઈ અને અમદાવાદ વચ્ચે (Mumbai-Ahmedabad bullet train) ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવા માટેની એક્ઝિક્યુટિવ એજન્સી છે. જેના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપી રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. આગામી દિવસોમાં દમણગંગા નદીના પટમાં બનનાર પુલ માટેની કામગીરી પણ શરૂ થવાની છે, જે માટે જરૂરી સોઈલ ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે.