- જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત દળોએ 2 આતંકવાદીની ધરપકડ કરી
- સંયુક્ત દળોએ સોમવારે ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન કર્યું હતું
- અનંતનાગ અને પુલવામામાંથી એક-એક આતંકવાદીની ધરપકડ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે દક્ષિણ કાશ્મીરમાંથી બે સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અનંતનાગમાંથી એક અને પુલવામામાંથી એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આતંકવાદી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે જોડાયેલા છે, જે લશ્કર એ તોયબા (LeT) સંગઠનની શાખા છે.
આ પણ વાંચો- જમ્મુ -કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ આતંકીને ઠાર કર્યો
આતંકવાદી મીર 25 સપ્ટેમ્બર 2021થી સક્રિય હતો
પોલીસે આતંકવાદી હાફિઝ અબ્દુલ્લા મલિક (Terrorist Hafiz Abdullah Malik)ની અનંતનાગના વહાદન વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. જ્યારે બીજા આતંકવાદી સરવર અહમદ મીર (Terrorist server Ahmed Mir)ની પુલવામામાંથી ધરપકડ કરી હતી, જે બાથેન (ખ્રુ) વિસ્તારનો રહેવાસી છે. મીર તાજેતરમાં જ આતંકવાદી રેન્કમાં જોડાયો હતો. જ્યારે મલિક 25 સપ્ટેમ્બર 2021થી સક્રિય હતો.
આ પણ વાંચો- કાશ્મીરમાં પોલીસકર્મીની ગોળી મારીને હત્યા
સર્ચ ઓપરેશન દરમિયાન 2 આતંકવાદીની ધરપકડ
સંયુક્ત દળોએ વિશ્વસનીય ઈનપુટ્સના આધારે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ બંને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. મલિક પાસેથી એક પિસ્તોલ અને 7 રાઉન્ડ દારૂગોળો મળી આવ્યો હતો. અત્યારે બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.