ETV Bharat / bharat

Two Kinds Of Hindu : દેશમાં બે પ્રકારના હિંદુઓ છે, એક જે મંદિરમાં જઈ શકે છે અને બીજા જે નથી જઈ શકતા: મીરા કુમાર - ધર્મ પરિવર્તન

લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમારે (Former Lok Sabha speaker Meira Kumar) એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતમાં 21મી સદીમાં પણ જાતિ પ્રથા યથાવત (Castism In India ) છે. તેમણે કહ્યું કે, "ભારતમાં બે પ્રકારના હિંદુઓ (Two Kinds Of Hindu) છે, જેમાં એક મંદિરમાં જઈ શકે છે અને બીજા જે મંદિરમાં જઈ શકતા નથી."

દેશમાં બે પ્રકારના હિંદુઓ છે, એક જે મંદિરમાં જઈ શકે છે અને બીજા જે નથી જઈ શકતા

author img

By

Published : Nov 27, 2021, 7:12 AM IST

Updated : Nov 27, 2021, 8:46 AM IST

  • પૂર્વ સ્પીકર મીરા કુમારે જાતિવાદ અંગે આપ્યું નિવેદન
  • ભારતમાં 21મી સદીમાં પણ જાતિ પ્રથા યથાવત : મીરા કુમાર
  • મીરા કુમારે કહ્યું કે, "ભારતમાં બે પ્રકારના હિંદુઓ છે"

નવી દિલ્હી: રાજેન્દ્ર ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમારે (Former Lok Sabha speaker Meira Kumar) જાતિ પ્રથા (Castism In India ) અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, ભારતમાં 21મી સદીમાં પણ જાતિ પ્રથા યથાવત છે. તેમણે કહ્યું કે, "ભારતમાં બે પ્રકારના હિંદુઓ (Two Kinds Of Hindu) છે, જેમાં એક મંદિરમાં જઈ શકે છે અને બીજા જે મંદિરમાં જઈ શકતા નથી."

જાતિના કારણે ભેદભાવનો સામનો

પૂર્વ લોકસભાના સ્પીકર મીરા કુમારે (Former Lok Sabha speaker Meira Kumar) એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ઘણા લોકોએ તેના પિતા બાબુ જગજીવન રામને "હિંદુ ધર્મ છોડવા" કહ્યું હતું, કારણ કે તેમને જાતિના કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, તેના પિતાએ કહ્યું કે તે પોતાનો ધર્મ નહીં છોડે અને જાતિ પ્રથા સામે લડશે. કુમારે વધુમાં કહ્યું કે, તેના પિતા પૂછતા હતા કે, શું ધર્મ પરિવર્તનથી કોઈની જાતિ બદલાય છે.

બુદ્ધના જીવનને કવિતાનું રૂપ

આ દરમિયાન, રાજ્યસભાના સભ્ય જયરામ રમેશે તેમના નવા પુસ્તક 'ધ લાઈટ ઓફ એશિયાઃ ધ પોઈમ ધેટ ડિફાઈન્ડ બુદ્ધ' (The Light of Asia: The Poem That Defined Buddha) પર પ્રવચન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 'લાઇટ ઓફ એશિયા' પુસ્તક સર એડવિન આર્નોલ્ડ દ્વારા લખવામાં આવ્યું હતું, જે પ્રથમ વખત 1879માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં બુદ્ધના જીવનને કવિતાના રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું.

અયોધ્યાના સંદર્ભમાં બે ધર્મો વચ્ચેનો સંઘર્ષ

જયરામ રમેશે કહ્યું કે, 'જ્યાં સુધી બિહારના બોધગયામાં મહાબોધિ મંદિરના (Mahabodhi Temple) સંચાલનની વાત છે, મારું પુસ્તક પણ હિન્દુ-બૌદ્ધ સંઘર્ષના સમાધાનની વાત કરે છે. મેં આ પુસ્તક લખવાનું એક કારણ એ હતું કે હું અયોધ્યાના સંદર્ભમાં બે ધર્મો વચ્ચેના સંઘર્ષના ઉકેલને સમજવા માગતો હતો.

બૌદ્ધોને સો ટકા નિયંત્રણ કેમ ન આપી શકાય? : રમેશ

રમેશે કહ્યું કે ઘણા આંબેડકરવાદી બૌદ્ધો, જેઓ ધાર્મિક નેતાઓ નથી પરંતુ કાર્યકર્તાઓ છે, કહે છે કે 'જો રામજન્મભૂમિ કેસમાં હિન્દુઓને સો ટકા નિયંત્રણ આપી શકાય છે, તો ભગવાન બુદ્ધની કર્મભૂમિ પર બૌદ્ધોને સો ટકા નિયંત્રણ કેમ ન આપી શકાય? ''

આ પણ વાંચો:

Last Updated : Nov 27, 2021, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.