ETV Bharat / bharat

Encounter In Pulwama : સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન શરૂ - વિસ્તારમાં સર્ચ ઓપરેશન

Encounter In Pulwama : પુલવામા જિલ્લામાં બુધવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષા દળના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા (Militants Killed In Encounter) હતા.

સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

author img

By

Published : Dec 1, 2021, 11:55 AM IST

  • પુલવામાાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
  • એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા
  • સુરક્ષાકર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા (Encounter In Pulwama) જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા (Militants Killed In Encounter) છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ એન્કાઉન્ટર રાજપોરા વિસ્તારના કસ્બાયરમાં થયું હતું.

પોલીસ, સેના અને CRPFનું સર્ચ ઓપરેશન

કાશ્મીર ઝોનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Search Opration In Pulwama) શરૂ કર્યું હતું. દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળોએ શોધખોળ તેજ કરી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.

માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી ઓળખ થઈ

કાશ્મીર IGPએ કહ્યું કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ શ્રીર્શ જૈશ કમાન્ડર યાસિર પારે અને IED નિષ્ણાત અને વિદેશી આતંકવાદી ફુરકાન તરીકે થઈ છે. બન્ને આતંકવાદી ગુનાના ઘણા કેસમાં સંડોવાયેલા હતા. હાલ, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. નોંધનીય છે કે, 24 નવેમ્બરના રોજ શ્રીનગરના રામબાગ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં (encounter in Srinagar) સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ TRFના ટોચના કમાન્ડર મેહરાન તરીકે થઈ હતી. મેહરાન બે શિક્ષકોની હત્યામાં સામેલ હતો.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.