ETV Bharat / bharat

એરપોર્ટ પરથી 2.5 કરોડનું સોનું જપ્ત, ઈન્ડિગો એરલાઈન્સના કર્મચારીઓની થઈ ધરપકડ

author img

By

Published : Sep 16, 2022, 12:27 PM IST

કેરળના કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા સોનાની દાણચોરીના આરોપમાં ઇન્ડિગો એરલાઇન્સના બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈન્ડિગો કસ્ટમ્સે 4.9 કિલો દાણચોરી કરાયેલું સોનાનું મિશ્રણ પકડી પાડ્યું છે. જેની કિંમત 2.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. Indigo staff arrested for smuggling gold, Calicut International Airport

કાલિકટ એરપોર્ટ પરથી 2.5 કરોડનું સોનું જપ્ત, ઈન્ડિગો એરલાઈન્સના બે કર્મચારીઓની થઈ ધરપકડ

કેરળ: કેરળના મલપ્પુરમમાં કાલિકટ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Kerala Customs Department) પર કસ્ટમ વિભાગે ગુરુવારે દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી લગભગ પાંચ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાનગી એરલાઇનના બે અધિકારીઓની મિલીભગતથી રૂપિયા 2.5 કરોડથી વધુની કિંમતની અન્ય ધાતુઓ સાથે મિશ્રિત સોનાની દાણચોરી કરવામાં આવી હતી. આરોપી આ જ એરલાઈનની ફ્લાઈટથી કેરળ આવ્યો હતો.

બે કર્મચારીઓની ધરપકડ: આરોપીઓ સાથે ઈન્ડિગો એરલાઈન્સના (Indigo Airlines) બે કર્મચારીઓને સોનાની દાણચોરીમાં સામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા કર્મચારીઓની ઓળખ સાજિદ રહેમાન અને મોહમ્મદ સમિલ તરીકે થઈ છે. આ બંને પર મુસાફર દ્વારા લાવવામાં આવેલ સોનું યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ઈન્ડિગોના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ સાજીદ રહેમાન દુબઈથી વાયનાડના વતની અસકર અલી નામના મુસાફર દ્વારા લાવેલી સોનાની પેટી બહાર કાઢવાનો પ્રયાસ કરતા પકડાઈ (Indigo staff arrested for smuggling gold) ગયા હતા. કર્મચારીઓની મિલીભગતથી સોનાની દાણચોરી થતી હોવાની ગુપ્ત માહિતીના આધારે કસ્ટમ્સ કર્મચારીઓ પર નજર રાખી રહ્યું હતું. આ દરમિયાન કસ્ટમ અધિકારીઓએ સાજીદ રહેમાનને શંકાસ્પદ હાલતમાં જોયો હતો.

બોક્સના ટેગ સાથે ચેડા કર્યા: અધિકારીઓ CCTV દ્વારા જોઈ રહ્યા હતા કે, સાજીદ પેસેન્જર દ્વારા લાવેલા બોક્સને એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને બોક્સના ટેગ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાજિદ, દાણચોર અને ગ્રાહક સેવા એજન્ટ મોહમ્મદ સમિલને કસ્ટમ્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા કારણ કે, કસ્ટમ્સ સ્કેનર દરમિયાન તેમને બોક્સમાં સોનાનું મિશ્રણ મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.