ઉત્તરપ્રદેશ : અત્યારે એક જ ઝેન્ડરમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ ખૂબજ વધી રહ્યો(trend of getting married in gender) છે. આવોજ એક કિસ્સો મેરઠ જિલ્લામાં જોવા મળ્યો(A strange incident took place in Meerut) છે. જ્યાં બે સહેલીઓને એકબીજાથી પ્રેમ થઇ ગયો હતો. તેઓએ પોતાના આ પ્રેમને આગળ વધારવા માટે લગ્ન પણ કર્યા હતા. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેઓએ બન્ને યુવતીઓને માર માર્યો હતો.
આ પણ વાંચો - ખુદ હી સે મેૈંને ઈશ્ક કિયા રે... ક્ષમાએ પોતાની સાથે જ લગ્ન કર્યાં, દુલ્હા વગર લીધા ફેરા
સહેલીઓએ રચાવી સાદી - એક છોકરી મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગરની અને બીજી છોકરી લાલકુર્તીની રહેવાસી છે. બંને યુવતીઓ કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરે છે. એક વર્ષ પહેલા બંને યુવતીઓ નોઈડામાં નોકરી કરવા ગઈ હતી. બંને સાથે રહેતી હતી. પરિવારજનોને ખબર પડી કે બંનેએ લગ્ન કરી લીધા છે. બંને છોકરીઓ એક જ રૂમમાં મોટાભાગે અભ્યાસનના બહાને રહેતી હતી.
આ પણ વાંચોવ - દુનિયાની 8મી અજાયબી જેવા લગ્ન, દરેક જાનૈયા છે અર્ધનારેશ્વરનું સ્વરુપ
પરિવારને લગ્નથી વાંઘો - લાલકુર્તિમાં રહેતી યુવતીના સંબંધીઓ તેને નોઈડાથી ઘરે લઈ આવ્યા હતા. યુવતીઓના પરિવારજનોએ બંનેને માર પણ માર્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઈન્સ્પેક્ટર મેડિકલ સંત સરન સિંહનું કહેવું છે કે, સંબંધીઓ બંનેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે પોલીસ હાલમાં બંનેના લગ્નની માહિતીને નકારી રહી છે.