ETV Bharat / bharat

સૈન્ય કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં ઇતિહાસ સર્જાયો, પ્રથમવાર બે વિદ્યાર્થિનીઓને મળ્યો પ્રવેશ

author img

By

Published : Sep 27, 2022, 5:20 PM IST

રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજના (Rashtriya Indian Military College) 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે નવા સત્રથી વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આરઆઈએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે આ બેચમાં વિદ્યાર્થિનીઓ માટે પાંચ બેઠકો હોવા છતાં ફક્ત બે જ નોંધણી પ્રક્રિયાને પૂર્ણ કરી શકી હતી. આગામી બેચથી વિદ્યાર્થિનીઓની બેઠકો વધારવામાં આવશે.

સૈન્ય કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં ઇતિહાસ સર્જાયો, પ્રથમવાર બે વિદ્યાર્થિનીઓને મળ્યો પ્રવેશ
સૈન્ય કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં ઇતિહાસ સર્જાયો, પ્રથમવાર બે વિદ્યાર્થિનીઓને મળ્યો પ્રવેશ

દેહરાદૂન રાજધાની દહેરાદૂનમાં સ્થિત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજના (Rashtriya Indian Military College) 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે નવા સત્રથી વિદ્યાર્થિનીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક દેહરાદૂન ગઢી કેન્ટમાં આવેલી રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ (RIMC)માં પ્રથમ વખત 2 વિદ્યાર્થિનીઓને ધોરણ 8માં પ્રવેશ આપવામાં આવ્યો છે.

પ્રથમવાર બે વિદ્યાર્થિનીઓને મળ્યો પ્રવેશ આ વર્ષે રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ ( Rashtriya Indian Military College ) ખાતે જુલાઈ 2022 ની બેચ સોમવારે ધોરણ 8ના વિદ્યાર્થીઓ સાથે શરૂ થઈ હતી. જેમાં બે વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ કમાન્ડના જનસંપર્ક અધિકારી ( Central Command Public Relations Officer ) શાંતનુ પ્રતાપ સિંહે તેને કોલેજ માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે ધોરણ 8માં એડમિશન લેનારી આ બે વિદ્યાર્થિનીઓ વિશે જણાવ્યું કે એક વિદ્યાર્થિની હરિયાણાની છે જ્યારે બીજી ડે સ્કોલર સ્ટુડન્ટ છે અને દેહરાદૂનની છે.

જરૂરી પગલાંઓનું મૂલ્યાંકન ઉલ્લેખનીય છે કે RIMCમાં (RIMC Dehradun ) વિદ્યાર્થિનીઓને એડમિશન આપવાનો નિર્ણય સરકારે મહિલાઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ના દરવાજા ખોલ્યા પછી સામે આવ્યો હતો. RIMC કમાન્ડન્ટ કર્નલ અજય કુમારે માર્ચમાં સંસ્થાના શતાબ્દી સ્થાપના દિવસ દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં ગર્લ સ્ટુડન્ટ્સને પણ સામેલ કરશે. મિલિટરી કોલેજે સંસ્થાને વિદ્યાર્થિનીઓ માટે યોગ્ય બનાવવાના નિર્ણયને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં તમામ જરૂરી પગલાંઓનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી હતી.

સૈન્ય કોલેજ પ્રવેશ પ્રકિયામાં ઇતિહાસ સર્જાયો આરઆઈએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે આ બેચમાં વિદ્યાર્થિનીઓ માટે પાંચ બેઠકો છે. જોકે બે વિદ્યાર્થિનીઓ જ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકી હતી. તેમણે કહ્યું કે આગામી બેચથી વિદ્યાર્થિનીઓની બેઠકો વધારવામાં આવશે. પાંચ બેઠકો માટે દેશભરમાંથી કુલ 568 વિદ્યાર્થિનીઓ પ્રવેશ પ્રક્રિયામાં શામે થઇ હતી. RIMCની સ્થાપના 13 માર્ચ, 1922ના રોજ ભારતીય યુવાનોને લશ્કરી તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. જેથી પાછળથી તેઓને બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં ઓફિસર તરીકે શામેલ કરી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.