- અનંતનાગમાં CRPFની ટીમ પર ગ્રેનેડ હુમલો, બે નાગરિકો ઈજાગ્રસ્ત
- CRPFની ટીમમાં ગ્રેનેડ ફેંકી દીધા બાદ બે નાગરિકો ઈજાગ્રસ્ત થયા
- શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો
અનંતનાગ: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રવિવારે આતંકવાદીએ CRPFની ટીમમાં ગ્રેનેડ ફેંકી દીધા બાદ બે નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના દક્ષિણ કાશ્મીર જિલ્લાના બિજબેહરાના સંગમ પર બની છે. તેમણે કહ્યું કે, ગ્રેનેડ રસ્તાની કિનારે ફૂટ્યો હતો. જેના કારણે બે નાગરિકો થોડા ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીએ કહ્યું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા અભિયાન શરૂ કર્યું છે.
હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 2 જવાન શહીદ થયા
શનિવારે જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસે કહ્યું કે, આ મુકાબલો દક્ષિણ કાશ્મીરના વાંગમ વિસ્તારમાં થયો હતો. ગુરુવારે શ્રીનગરના લોવેપોરા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 2 જવાન શહીદ થયા છે અને અન્ય 2 સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ
આતંકવાદીઓએ CRPF જવાનો પર ગોળીબાર કર્યો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પારિમ્પોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોવેપોરામાં આતંકવાદીઓએ CRPF જવાનો પર ગોળીબાર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, હુમલા દરમિયાન CRPFના 4 જવાન ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પહોંચતા પહેલા એક અધિકારીનું મોત નિપજ્યું હતું. તેમણે કહ્યું કે, ઘાયલ કર્મીઓને અહીંની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક કોન્સ્ટેબલને બચાવી શકાયો નથી.
કોન્સ્ટેબલ નાઝિમ અલી અને જગન્નાથ રે ઈજાગ્રસ્ત થયા
શહીદ થયેલા CRPF જવાનોની ઓળખ સબ ઈન્સ્પેક્ટર માંગે રામ દેવ બર્મન અને કોન્સ્ટેબલ અશોક કુમાર તરીકે થઈ છે. આ હુમલામાં કોન્સ્ટેબલ નાઝિમ અલી અને જગન્નાથ રે ઈજાગ્રસ્ત થયા છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં સુરક્ષા દળો પર ઘણા હુમલા થયા છે અને આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયા છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: શોપિંયામાં 4 આતંકી ઠાર