- ગાઝિયાબાદમાં ઓક્સિજન સિલિન્ડરોના બ્લેક માર્કેટિંગનો ખુલાસો
- ઓક્સિજન સિલિન્ડરોની કાળાબજારી કરતા બે આરોપીની ધરપકડ
- પોલીસે 101 ઓક્સિજન સિલિન્ડર જપ્ત કર્યા
ગાઝિયાબાદ: પોલીસે ઓક્સિજન સિલિન્ડરોના બ્લેક માર્કેટિંગનો ખુલાસો કર્યો છે. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 101 ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા છે. કોતવાલી ખંટાઘર, નંદગ્રામ પોલીસ સ્ટેશન અને SSPની વિશેષ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. પકડાયેલા બંને આરોપીઓ શહેરના કોતવાલી વિસ્તારના હોવાનું જણાવાયું છે. મહામારીમાં બંને ઓક્સિજન અને તેના સિલિન્ડરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને બ્લેક માર્કેટિંગ કરી રહ્યા હતા.
આ પણ વાચોઃ સુરત જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ પર વહીવટી તંત્રની ચાંપતી નજર
પોલીસે પાડ્યા દરોડા
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી બાદમાં હિંડોન વિહાર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કૈલા ભટ્ટા વિસ્તારમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી કુલ 101 સિલિન્ડર મળી આવ્યા હતા. SSP અમિત પાઠકનું કહેવું છે કે, વધુ તપાસ ચાલી રહી છે.
બ્લેક માર્કેટિંગ કરતા 2 આરોપી પાસેથી 101 ઓક્સિજન સિલિન્ડર જપ્ત કર્યા
મળતી માહિતી અનુસાર હિંડન વિહાર 30 ફૂટા રોડ પરથી લગભગ 77 જેટલા ઓક્સિજન ખાલી સિલિન્ડરો મળી આવ્યા હતા અને કેલા ભટ્ટા વિસ્તારમાં 25 ઓક્સિજન ખાલી સિલિન્ડરો ડીલ કરાયા હતા. કોરોના યુગમાં ઓક્સિજનની અછતને કારણે, અકીલ સૈફી અને જાવેદ મલિક નામના બે આરોપી બ્લેક માર્કેટિંગ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ લોકોને વોટ્સએપ કોલ દ્વારા મોંઘા દર જણાવવામાં આવી રહ્યા હતા. આરોપીઓ પર પણ અન્ય કલમોની સાથે મહામારી અધિનિયમ હેઠળ કેસ ચલાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાચોઃ બનાસ મેડિકલ હોસ્પિટલમાં બનાસડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો
લોકોને ઓક્સિજન સિલિન્ડર મળી શકતા નથી
આ દિવસોમાં સતત જોવા મળી રહ્યુ છે કે લોકો બધે જ ઓક્સિજન સિલિન્ડરો માટે વલખા મારી રહ્યા છે. ત્યારે બ્લેક માર્કેટર્સ કરનારાઓ મહામારીમાં તકો શોધી રહ્યા છે. સ્થાનિક પોલીસ માટે આવા બ્લેક માર્કેટર્સને પકડવું એક મોટો પડકાર છે.