ETV Bharat / bharat

વામન મહિલાએ પંચાયતની ચૂંટણીની દાવેદારી નોંધાવી, છેલ્લી ઘડીનું ફોર્મ ભર્યું - પોતે દાવેદારી નોંધાવી

ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં, અઢી ફૂટની મહિલાએ છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવી હતી. બદલાપુર બ્લોકના 22 નંબર વોર્ડથી વામન અનિતા શર્માએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોતે દાવેદારી નોંધાવી હતી. એનરોલમેન્ટ હોલમાં વામન મહિલાને જોઇને અધિકારીઓ અને કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

વામન મહિલાએ પંચાયતની ચૂંટણીની દાવેદારી નોંધાવી, છેલ્લી ઘડીનું ફોર્મ ભર્યું

author img

By

Published : Apr 6, 2021, 9:43 AM IST

  • અનિતાએ નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયાના એક મિનિટ પહેલા નોમિનેશન ભર્યું
  • અનિતા શર્માએ કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં લોકોને ઘણી સમસ્યાઓ છે.
  • જે કામ મોટા કદના લોકો કરી શકે છે તે પણ કરી શકું છું: અનિતા

જૌનપુર(ઉત્તરપ્રદેશ): જિલ્લા પંચાયતના સભ્ય પદ માટે વોર્ડ નંબર 22થી વામન અનિતા શર્માએ છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવી હતી. તે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયાના એક મિનિટ પહેલા નોમિનેશન રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ઉમેદવારી નોંધાવી હતી. આ સમય દરમિયાન, અધિકારીઓ અને કર્મચારીઓ સમજ્યા હતા કે કોઈ મહિલા ફરિયાદ લઇને અહીં આવ્યાં છે. અધિકારી દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે તે અહીં કેમ આવ્યા છે. ત્યારે, અનિતાએ જણાવ્યું હતું કે, તે જિલ્લા પંચાયત સભ્ય પદ માટે દાવેદાર બનવા ઈચ્છે છે.

વામન મહિલાએ પંચાયતની ચૂંટણીની દાવેદારી નોંધાવી, છેલ્લી ઘડીનું ફોર્મ ભર્યું

આ પણ વાંચો: મિસ ઈન્ડિયા રનરઅપ દીક્ષા સિંહ UPમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે

વિસ્તારમાં ઘણી સમસ્યાઓના કારણે કરી દાવેદારી

અનિતા તેના પતિ સુરેશ સાથે ચૂંટણીના કાગળો આપવા આવી હતી. ચૂંટણી અધિકારી સુરેશ કનૌજીયાએ તેમને પૂછ્યું કે, તે કેમ ચૂંટણી લડવા માંગે છે? તો આ વિશે અનિતા શર્માએ કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે, જેના માટે આ વખતે તે ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવવા જઈ રહી છે. અનિતા શર્માએ કહ્યું કે જે કામ મોટા કદના લોકો કરી શકે છે તે તમામ કામ મારી ઉંચાઈ ઓછી હોવા છતા પણ કરી શકુ છું. તેમના મત વિસ્તારની બેઠક આ વખતે અન્ય પછાત વર્ગ માટે અનામત હતી.

આ પણ વાંચો: જિલ્લા પંચાયતમાં સાંસદના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ, નાગરિકોની રજૂઆત સાંભળશે

ચૂંટણી અધિકારી પ્રોત્સાહિત કર્યા

અનિતાનું નોમિનેશન લેનાર ચૂંટણી અધિકારી સુરેશકુમાર કનૌજિયાએ અનિતાને પ્રોત્સાહિત સાથે નોમિનેશન લેટર આપી અભિનંદન આપ્યા હતા. આ સાથે, ચૂંટણી અધિકારીએ તેમને કહ્યું હતું કે, જો વિસ્તારના લોકો તેમના પર વિશ્વાસ રાખે છે, તો તેઓએ પણ તેમની અપેક્ષાઓ પ્રમાણે જીવવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.