ETV Bharat / bharat

RSSના દિગ્ગજ નેતાઓના ટ્વિટર હેન્ડલ પરથી હટ્યું 'બ્લૂ ટિક', કેન્દ્ર સરકાર અને Twitter વચ્ચે ટક્કર

ઉપરાષ્ટ્રપતિના મામલે ટ્વિટરે હવે યુ-ટર્ન લીધો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ((Vice President M Venkaiah Naidu))ના અંગત ટ્વિટર એકાઉન્ટ પર બ્લુ ટિક (Blue Tick) ફરી આવી ગયું છે.

Twitter
Twitter
author img

By

Published : Jun 6, 2021, 8:14 AM IST

Updated : Jun 6, 2021, 8:49 AM IST

  • RSSના દિગ્ગજ નેતાઓના ટ્વિટર હેન્ડલ પરથી હટ્યું 'બ્લૂ ટિક'
  • સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાયા
  • દેશના ઉપરાષ્ટ્રપતિ અકાઉન્ટથી ટ્વિટરે બ્લુ ટિક હટાવ્યું

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર (Twitter) વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સંઘના ટોચના નેતાઓના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિકને હટાવ્યા બાદ વિવાદ વધુ વધી ગયો છે. જો કે, ઉપરાષ્ટ્રપતિના મામલે ટ્વિટરએ હવે યુ-ટર્ન લીધો છે. વેંકૈયા નાયડુના અંગત ટ્વિટર એકાઉન્ટ પર બ્લુ ટિક ફરી આવી ગયું છે. ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટને અનવેરિફાઈ કરવા પર સરકારે સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિના વ્યક્તિગત અકાઉન્ટમાંથી બ્લૂ ટિક દૂર કર્યા બાદ ફરીથી સ્થાપિત કર્યું

RSSના દિગ્ગજ નેતાઓના ટ્વિટર હેન્ડલ પરથી હટ્યું 'બ્લૂ ટિક'

આટલું જ નહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જેટલા દિગ્ગજ નેતાઓના ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટિક (Twitter Blue Tick) હટાવવામાં આવ્યું છે તેમાં સહ સર કાર્યાવાહ સુરેશ સોની અને સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારનો સમાવેશ થાય છે. આ સિવાય ટ્વિટર દ્વારા સંઘના નેતાઓ સુરેશ જોશી અને કૃષ્ણ ગોપાલના હેન્ડલમાંથી પણ બ્લૂ ટિક દૂર કરવામાં આવ્યું છે.

બંધારણીય પદ પર બિરાજમાન લોકો સાથે આ ગેરવર્તન

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, વેકૈંયા નાયડૂના ટ્વિટર અકાઉન્ટ વેરિફેકેશન હટાવવાથી IT મંત્રાલય નારાજ છે. ટ્વિટરનો આ ખોટો હેતુ છે કે દેશના નંબર 2 ઓથોરિટી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો. ઉપરાષ્ટ્રપતિ રાજકારણથી ઉપર છે. તે બંધારણીય પદ ધરાવે છે. શું ટ્વિટર અમેરિકાના બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો સાથે ગેરવર્તન કરી શકે છે? ટ્વિટર એ જોવા માંગે છે કે ભારત આ મામલે કેટલી હદ સુધી ધૈર્ય રાખે છે.

આ પણ વાંચો: ભારત સરકારે ટ્વિટરને મોકલી ફાઇનલ નોટીસ

દેશના ઉપરાષ્ટ્રપતિ અકાઉન્ટથી ટ્વિટરે બ્લુ ટિક હટાવ્યું

ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂના વ્યક્તિગત અકાઉન્ટમાંથી બ્લૂ ટિકને હટાવી દીધું હતું. જો કે, હવે તેમના ઓફિશિયલ અકાઉન્ટ પર ફરીથી સ્થાપિત કરી દેવામાં આવ્યું છે. બ્લૂ ટિકએ દર્શાવે છે કે, આ ટ્વિટર અકાઉન્ટ ચકાસેલું છે.

Last Updated : Jun 6, 2021, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.