ETV Bharat / bharat

તેલંગાણાના મુખ્યપ્રધાનની પુત્રીએ ભાજપના સાંસદ સામે માનહાનિનો દાવો માંડ્યો - TRS MLC Kavitha Defamation Case

તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆરની પુત્રી એમએલસી કવિતાએ દિલ્હીની દારૂની પોલીસી અંગે પાયાવિહોણા આરોપો લગાવવા બદલ દિલ્હી ભાજપના સાંસદ પ્રવેશ વર્મા અને પૂર્વ ધારાસભ્ય મજુમદાર સિરસા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.TRS MLC Kavitha, TRS MLC Kavitha Defamation Case, TRS MLC Kavitha Cour Case

તેલંગાણાના મુખ્યપ્રધાનની પુત્રીએ ભાજપના સાંસદ સામે માનહાનિનો દાવો માંડ્યો

author img

By

Published : Aug 24, 2022, 10:54 PM IST

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆરની પુત્રી એમએલસી કવિતાએ દિલ્હીની (TRS MLC Kavitha Cour Case) દારૂની નીતિ અંગે પાયાવિહોણા આરોપો લગાવવા બદલ દિલ્હી ભાજપના સાંસદ પ્રવેશ (TRS MLC Kavitha Defamation Case) વર્મા અને પૂર્વ ધારાસભ્ય મજુમદાર સિરસા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમણે મંગળવારે હૈદરાબાદ સિટી સિવિલ કોર્ટના (Civil Court Hyderabad) 9મા મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મનાઈ હુકમની અરજી દાખલ કરી હતી. દાવો કર્યો હતો કે, તેણે તેમની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે પાયાવિહોણા આરોપો સાથે નિવેદન આપ્યું હતું. જેના કારણે જાહેરમાં તેમની છબી કલંકિત થઈ રહી છે. કવિતાએ કોર્ટને પ્રતિવાદીઓને તેમની પાસેથી બિનશરતી માફી માંગવા આદેશ આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit જાણો શું છે વડાપ્રધાન મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ વિગતો

શાબ્દિક ટપાટપી: રાજ્યની બાકીની 32 જિલ્લા અદાલતોમાં સમાન અરજીઓ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી આબકારી નીતિ મુદ્દે કવિતાના સંબંધને લઈને ભાજપ અને ટીઆરએસ વચ્ચે શબ્દ યુદ્ધ થયું છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) વિધાન પરિષદના સભ્ય કે. કવિતાની કથિત સંડોવણી અંગે ભાજપના કાર્યકરોએ તેમના નિવાસસ્થાને પ્રદર્શન કર્યા પછી મંગળવારે બંને પક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થયું. તેલંગાણાના પશુધન પ્રધાન તલસાની શ્રીનિવાસ યાદવ, અનુસૂચિત જનજાતિ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન સત્યવતી રાઠોડ અને શાસક ટીઆરએસના ઘણા ધારાસભ્યો કવિતાને અહીં તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

આ પણ વાંચો: શિક્ષક કે શેતાન..સમયસર જવાબ ન દેતા ધોલાઈ કરી, વિદ્યાર્થી હોસ્પિટલમાં

કેસ નોંધી શકાય: આ મામલે તેમણે મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાના નિવાસસ્થાને સોમવારે ભાજપના કાર્યકરોના 'હુમલા'ની નિંદા કરી અને તેમની સાથે એકતા વ્યક્ત કરી. રાઠોડે જણાવ્યું હતું કે, જો કંઇ ખોટું થાય તો કેસ નોંધી શકાય છે. તપાસ થઈ શકે પણ 'હુમલો'ને યોગ્ય ઠેરવી શકાય નહીં. દરમિયાન, ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે ટીઆરએસના ગુંડાઓએ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલો કર્યો. આ બનાવ અંગે પોલીસે તેની સામે ખોટો કેસ નોંધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.