- ત્રિપુરા નાગરિક ચૂંટણી પરિણામોની મતગણતરી બાદ ભાજપની ક્લીન સ્વીપ
- અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 51 વોર્ડમાં ભાજપે જીત મેળવી
- 112 સીટો પર બિનહરીફ જીત
અગરતલા: અગરતલા સહિત 14 મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રિપુરામાં નાગરિક ચૂંટણી (Tripura civic election)માં ક્લીન સ્વીપ કર્યું છે. આ બેઠકો માટે 25 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. 20 મ્યુનિસિપલ સંસ્થાઓમાંથી 14માં ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 6 બેઠકોમાં બિનહરીફ જીત મેળવી છે. 25 નવેમ્બરે મતદાન થયું હતું અને આજે મતગણતરી (Tripura Poll Results) હાથ ધરવામાં આવી હતી.
એક વોર્ડમાં અપક્ષ ઉમેદવારની જીત
અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 51 બેઠકો પર પણ ભાજપે જીત મેળવી છે. અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન પર CPI(M)નું નિયંત્રણ હતું. વિપક્ષી CPI(M)એ બે વોર્ડમાં જીત મેળવી છે. CPI(M)ના ઉમેદવારે અંબાસા મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 15 અને પાણીસાગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 2માં જીત મેળવી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર એક જ વોર્ડ જીતી શકી છે - અંબાસા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 13 જીતી, એક વોર્ડમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.
આ લોકશાહીની જીત છે: નડ્ડા
નડ્ડાએ કહ્યું કે (J P Nadda on Tripura civic election results ), 'હું ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પાર્ટીના તમામ કાર્યકરોને આ ઐતિહાસિક જીત માટે અભિનંદન આપું છું. આ લોકશાહીની જીત છે. નડ્ડાએ ત્રિપુરા ચૂંટણીમાં બીજેપીના પ્રદર્શનને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ ત્રિપુરામાં મતગણતરી સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોરે 2.30 વાગ્યાના અહેવાલ મુજબ ત્રિપુરા રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અમ્બાસા, જીરાનિયા, તેલિયામુરા અને સબરૂમમાં ભાજપની ધાર હતી.
આ પણ વાંચો: Tripura: અગરતલાના 5 ભાઈ-બહેન દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટેની પહેલ
આ પણ વાંચો: ત્રિપુરામાં યોજાયેલ NICમાં ડાંગી પાવરીવાદન છવાયું, જુઓ વીડિયો