અગરતલા (ત્રિપુરા) : ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023માં CPI(M) અને કોંગ્રેસ સંયુક્ત રીતે 60-સભ્યોની ત્રિપુરા વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના ટોચના નેતાઓમાંથી એક પણ ચૂંટણી રેલી કે રોડ શોમાં જોવા મળ્યા ન હતા. તો બીજી તરફ ત્રિપુરામાં પોતાની સત્તા જાળવી રાખવા માટે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે.
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 : ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હવે માત્ર બે દિવસ બાકી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા એકપણ ચૂંટણી રેલીમાં દેખાતા નથી. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન છે.
ભાજપના નેતાઓ વ્યાપક પ્રચાર કરી રહ્યા છે : બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના સ્ટાર પ્રચારકો ત્રિપુરામાં કોઈ કસર છોડી રહ્યા નથી. ગત દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધી હતી. ભાજપના નેતાઓ વ્યાપક પ્રચાર કરી રહ્યા છે અને રોડ શો કરી રહ્યા છે. રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સત્તા જાળવી રાખવા માટે ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : World Radio Day 2023: ભારતમાં રેડિયોનો ટ્રેન્ડ વર્ષો જૂનો, વડાપ્રધાને પણ પ્રણાલીને જીવંત રાખી
16 ફેબ્રુઆરીના રોજ મતદાન : કોંગ્રેસ CPI(M) સાથે ગઠબંધન કરીને 60-સભ્યોની ત્રિપુરા વિધાનસભા ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ 13 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ત્રિપુરામાં ચૂંટણી પ્રચારની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો : કોંગ્રેસે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટેના તેના ઢંઢેરામાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના, 50,000 નવી નોકરીઓ, ખેતમજૂરો માટે વેતનમાં વધારો અને જો પાર્ટી સત્તામાં આવશે તો 150 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં રોજગાર, કર્મચારીઓ અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
BJPનો ઢંઢેરો : ભારતીય જનતા પાર્ટી 55 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે તેનો સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) પાંચ બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ભાજપે તેના ઢંઢેરામાં કલ્યાણકારી દરખાસ્તો જેવા કે ગરીબો માટે 5 રૂપિયામાં દરરોજ ત્રણ વખત વિશેષ કેન્ટીન ભોજન, દરેક વંચિત પરિવારને 50,000 રૂપિયાના કન્યા સમૃદ્ધિ બોન્ડ અને કોલેજની હોશિયાર છોકરીઓ માટે સ્કૂટી જેવા કલ્યાણકારી પ્રસ્તાવોનું વચન આપ્યું છે.
આ પણ વાંચો : Aero India 2023: વડાપ્રધાન મોદીએ કર્યું એરો ઈન્ડિયાની 14મી એડિશનનું ઉદ્ધઘાટન, ભવ્ય એર-શૉ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના : મેનિફેસ્ટોમાં 50,000 મેરીટોરીયસ વિદ્યાર્થીઓને સ્માર્ટફોન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને મફતમાં બે એલપીજી સિલિન્ડર, કોઈપણ હોલ્ડિંગ વગરના લોકો માટે જમીનના કાગળો અને તમામ ભૂમિહીન ખેડૂતોને 3,000 રૂપિયાની વાર્ષિક ચુકવણીનું વચન પણ આપવામાં આવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પાંચ વર્ષમાં બે લાખ નોકરીઓ આપવાના મુખ્ય વચન સાથે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે.