અગરતલા (ત્રિપુરા): ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આજે 16 ફેબ્રુઆરીએ યોજાનારી ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કરશે. સૂત્રના જણાવ્યા અનુસાર પાર્ટીએ મેનિફેસ્ટોમાં ઘણા નવા મુદ્દા ઉમેર્યા છે. ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. મતગણતરી 2 માર્ચે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે શનિવારે (11 ફેબ્રુઆરી) ત્રિપુરાની મુલાકાતે જાય તેવી શક્યતા છે.
-
JP Nadda to release BJP manifesto for Tripura Assembly polls today
— ANI Digital (@ani_digital) February 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/JMJwFue28B#TripuraElection2023 #BJP #JPNadda pic.twitter.com/8kBj8jBnNH
">JP Nadda to release BJP manifesto for Tripura Assembly polls today
— ANI Digital (@ani_digital) February 9, 2023
Read @ANI Story | https://t.co/JMJwFue28B#TripuraElection2023 #BJP #JPNadda pic.twitter.com/8kBj8jBnNHJP Nadda to release BJP manifesto for Tripura Assembly polls today
— ANI Digital (@ani_digital) February 9, 2023
Read @ANI Story | https://t.co/JMJwFue28B#TripuraElection2023 #BJP #JPNadda pic.twitter.com/8kBj8jBnNH
મેનિફેસ્ટો કરશે જાહેર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુરુવારે (9 ફેબ્રુઆરી) ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈને મુલાકાતે આવવાના છે. પીએમ મોદીની ત્રિપુરા મુલાકાત પહેલા નડ્ડા અહીં મેનિફેસ્ટો બહાર પાડશે. 60 સીટોવાળી ત્રિપુરા વિધાનસભા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી ઢંઢેરામાં ઘણા નવા મુદ્દા ઉમેરવામાં આવ્યા છે, જે રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. મોદી સરકાર હંમેશા પૂર્વોત્તરના વિકાસ વિશે વિચારે છે. તેમનું વિઝન રાજ્યનો અને સૌથી અગત્યનું યુવાનોનો વિકાસ છે.
પૂર્વોત્તર ક્ષેત્રોના વિકાસ પર વિશેષ ધ્યાન: વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદથી મોદી સરકારે પૂર્વોત્તર ક્ષેત્રોના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. સુરક્ષિત પૂર્વોત્તરના વિકાસ પર મુખ્ય ફોકસ સાથે વડાપ્રધાને પોતે આ પ્રદેશની 50 થી વધુ મુલાકાતો કરી છે. ત્રિપુરા માટે ભાજપના અંતિમ ઢંઢેરામાં નોકરીઓ, હોસ્પિટલોમાં AIIMS જેવી સુવિધાઓ, 7મા પગાર પંચનો પગાર મેટ્રિક્સ, વધારવા જેવા વચનોનો સમાવેશ થાય છે. રૂ. 2,000 સુધીનું માસિક સામાજિક પેન્શન, 3.8 લાખ પરિવારોને મકાનો પૂરા પાડવા, 53 ટકા પરિવારોને પીવાનું પાણી પૂરું પાડવાનો સમાવેશ થાય છે.
પીએમ મોદી ત્રિપુરાની મુલાકાતે: 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. પીએમ મોદી 11 અને 13 ફેબ્રુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જવાના છે. અહીં પીએમ મોદી ગોમતી અને ધલાઈમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. ત્રિપુરા ભાજપના એક સૂત્રએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી માણિક સાહા, ભાજપના પ્રદેશ પ્રભારી મહેશ શર્મા અને ઘણા મોટા નેતાઓ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે.
આ પણ વાંચો PM Modi Parliament Speech: EDએ વિપક્ષને એક સ્ટેજ પર લાવી દીધા - PM
60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી: ભાજપે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે 55 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. ડાબેરી-કોંગ્રેસ ગઠબંધને પણ તમામ 60 બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. 60 બેઠકોમાંથી, CPI(M) એ 43 બેઠકો પર, કોંગ્રેસે 13 પર, CPIએ એક પર, RSPએ એક બેઠક પર અને એક પર ફોરવર્ડ બ્લોકના ઉમેદવારોની ઘોષણા કરી છે.