નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતી (Atal Bihari Vajpayee Birth Anniversary 2021) પર તેમના સમાધી સ્થળ 'સદૈવ અટલ' પર પુષ્પાંજલિ અર્પણ (Wreath to Atal Bihari Vajpayee at the 'Sadaiv Atal' Samadhi place) કરી હતી. તો ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ તમિલનાડુમાં પૂર્વ વડાપ્રધાનને ચેન્નઈમાં શ્રદ્ધંજલિ (Tribute to Atal Bihari Vajpayee 2021) આપી હતી.
અનેક મહાનુભાવોએ અટલ બિહારી વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
તો આ તરફ નવી દિલ્હીમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત અનેક રાજનેતાઓએ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ (The dignitaries paid homage to Atal Bihari Vajpayee) અર્પણ કરી હતી. આ તમામ લોકોએ સમાધી સ્થળ 'સદૈવ અટલ' પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, હરદીપસિંહ પૂરીએ પણ સદૈવ અટલ સમાધી સ્થળ પર પુષ્પાંજલિ (The dignitaries paid homage to Atal Bihari Vajpayee) આપી હતી.
આ પણ વાંચો- ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
સદૈવ અટલ સમાધી સ્થળ પર પ્રાર્થના સભા પણ યોજાઈ
અહીં યોજાયેલી પ્રાર્થના સભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.