છિંદવાડા (મધ્યપ્રદેશ): ભણતર માટે ખાલી શિક્ષણ થી કંઇ થવાનું નથી. તેના માટે સારા વાતાવરણની ખુબ જ જરૂર હોય છે. શિક્ષણના વાયદાઓ આપીની છૂટી નથી જવાતું. પરંતુ દેશમાં હાલાત કંઇક એવી જ જોવા મળી રહી છે. બાળકોને સારા ભણતર માટે શિક્ષક તો જોશેને બીજી બાજૂ શિક્ષકણ જે જગ્યાએ આપવામાં તે જગ્યા પણ સારી તો જોશેને.તો જોશે ને પરંતુ મધ્યપ્રદેશમાં છિંદવાડા બાળકોને નથી મળતું.
ગામમાં 10 વર્ષ પહેલા મિડલ સ્કૂલ: આદિવાસી વિદ્યાર્થીઓ તેમના ગામમાં શિક્ષણની કથળતી પરિસ્થિતિના વિરોધ દરમિયાન સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો સાથે હતા. તેઓ 21 જુલાઈ, શુક્રવારે જિલ્લા મેજિસ્ટ્રેટના ઘરે પહોંચ્યા હતા. ગામના ડેપ્યુટી સરપંચ રઘુનાથ સિંહ બંજારાએ જણાવ્યું હતું કે ગામમાં 10 વર્ષ પહેલા મિડલ સ્કૂલ ખોલવામાં આવી હતી પરંતુ આજદિન સુધી કાયમી શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. "અમે સંબંધિત અધિકારીઓ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. તેથી, અમારે તેમને પરિસ્થિતિથી વાકેફ કરવા માટે પગપાળા કલેક્ટરના ઘરે આવવું પડ્યું હતું," તેમણે કહ્યું, મકાન પણ જર્જરિત હાલતમાં હતું.
ઇમારતો ગમે ત્યારે પડી શકે: જિલ્લા શિક્ષણાધિકારી જે.કે.ઇડપાચીએ જણાવ્યું હતું કે, "કહુવામાં કુલ 132 વિદ્યાર્થીઓ છે, જેના માટે પ્રાથમિક શાળામાં એક શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મિડલ સ્કૂલમાં હાલમાં કોઈ શિક્ષકની નિયુક્તિ નથી, પરંતુ અતિથિ શિક્ષકો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે."શિક્ષણ વિભાગના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ રાજ્ય શિક્ષણ કેન્દ્ર પાસેથી શાળાની ઈમારતોના બાંધકામ માટે પરવાનગી મળી ગઈ છે, પરંતુ તેમને બજેટ મળવાનું બાકી છે. અધિકારીએ સ્વીકાર્યું કે હાલમાં શાળાની ઇમારતો જર્જરિત છે અને બધે પાણી ટપકતું હોય છે અને ચાલુ વરસાદની મોસમમાં ઇમારતો ગમે ત્યારે પડી શકે છે.
દયનીય હાલત: વિરોધ કરતી વખતે, વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ હાથમાં લીધા હતા, જેમાં શાળાની ઇમારત અને શિક્ષકો માટેની તેમની માંગણીઓ દર્શાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓના વિરોધમાં 'બિલ્ડીંગ બનાવો... બિલ્ડિંગ બનાવો' અને 'શિક્ષકો મોકલો, શિક્ષકો મોકલો'ના નારા લગાવવામાં આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલની પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ જે 50 વર્ષ જુનું છે તે જર્જરિત બની ગયું છે અને શિક્ષકના અભાવે છેલ્લા એક વર્ષથી બંધ છે. તેઓએ દાવો કર્યો કે શિક્ષણથી વંચિત બાળકો ખેતરોમાં કામ કરે છે. ગ્રામજનોએ જિલ્લા કલેકટરને એક વખત તેમના ગામની મુલાકાત લઈ શિક્ષણની દયનીય હાલત જોવા વિનંતી કરી હતી.