આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં, જાહેરસભાને સંબોધશે
9 ઓક્ટોમ્બરે બહુચરાજીના દેલવાડામાં નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધશે. ટૂંકાગાળામાં ફરીએક વખત નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10મી ઓક્ટોબરે PM મોદી આણંદના મહેમાન બનશે. વડાપ્રધાન મોદી મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પીએમ મોદી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરશે. જે બાદ પીએમ મોદી મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા જશે.Click Here
(1) 11 તારીખે ભારે વાહન લઈને જામ કંડોરણા જવાના હોવ તો રાખજો તૈયારી, PM મોદીના કાર્યક્રમના કારણે રૂટ ડાઈવર્ટ
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
(1) રેન્જ IG ઓફિસની સામે જ આ પ્રકારનું મોટુ હોર્ડિંગ લાગ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જુદા જુદા રાજકીય પક્ષો વચ્ચે જાણે આખલા યુદ્ધ શરૂ થયું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી સામે ભાજપ સામો જવાબ દેવાનું એક પણ મોકો ચૂકતી નથી. એવમાં ગુજરાતના મહાનગર સહિત જુદા જુદા શહેર-નગરમાં આમ આદમી પાર્ટીના વિરોધમાં પોસ્ટર લાગતા ફરી ચૂંટણી પહેલા જાણે પોસ્ટર પોલિટિક્સ શરૂ થયું હોય એવો માહોલ જોવા મળ્યો છે. click here
(2) આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વડોદરા શહેર ભાજપ પ્રમુખને આડેહાથ લીધા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર શબ્દ પ્રહાર કર્યાં હતાં. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપના શહેર પ્રમુખ ગુંડા છે અને બબાલ માટે ગુંડાઓ તૈયાર કરી રાખ્યા છે. ભાજપના લોકો હિંસા પર ઉતરી આવ્યાં છે કેમકે ચૂંટણી હારી રહ્યા છે. રેલીમાં બબાલ થશે તો ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠશે. સરકારે વિશ્વામિત્રી નદીમાં ડૂબીને મરી જવું જોઈએ click here
(3) ગુજરાતમાં સૌપ્રથમ પાલનપુરથી ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર પર માલગાડીનો થયો પ્રારંભ, વેપારીઓ માટે ભેટ
ગુજરાતમાં આજે સૌપ્રથમવાર બનાસકાંઠાના પાલનપુરથી ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર પર માલગાડીનો પ્રારંભ કરાયો છે. પાલનપુર ખાતે શુભારંભ કરાયેલ રેલવે ટ્રેક પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જેનાથી વેપારીઓને ઝડપથી પોતાનો સમાન મળી શકશે. હવે અત્યાધુનિક બનેલા રેલ્વે ટ્રેક પર માલગાડીઓ દોડતા સમયની સાથે સાથે ખર્ચની પણ બચત થશે. click here
(4) નશામાં છાટકા બનેલા 10 નરાધમોએ સ્ટેશન પર બેઠેલી સગીરાને પીંખીં
લાતેહારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અહીં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયો છે. પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર મામલો લાતેહાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. click here
(5) માનવભક્ષી વાઘનો આખરે ઠાર, ગામવાસીઓમાં હાશકારો
બિહારના બગાહામાં વન વિભાગના જવાનો દ્વારા માનવભક્ષી વાઘને મારી નાખવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાથી વાઘ 700 વનકર્મીઓ શોધી રહ્યા હતા.ત્યાં સુધીમાં તેણે 9 લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. click here
(1) ઇજિપ્તમાં પત્ની સુનીતા કપૂર સાથે આનંદ માણી રહ્યા છે અનિલ કપૂર, જુઓ તસવીરો
અનિલ કપૂર પત્ની સુનીતા કપૂર સાથે વિદેશ ગયા છે. અનિલ અને સુનીતા કપૂર ઇજિપ્તના કૈરોમાં ફરી રહ્યા છે. અભિનેતા અને તેની પત્નીની દિલથી હસતી સુંદર તસવીરો તેણે શેર કરી છે. click here
(1) આગામી મેચમાં બે મોટા શોટ્સ માટે પ્રયાસ કરીશ: સંજુ સેમસન
ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 40 ઓવરમાં 249 રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમ 8 વિકેટે 240 રન જ બનાવી શકી હતી. click here