- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો
1) ગરટલાઈનમાં પડતા 7 વર્ષની બાળકીનું મૃત્યું, આરોગ્ય મંત્રી દોડ્યા
મહેસાણાના વિસનગરમાં બાળકી ગટરની લાઈનમાં ફસાઈ જતા દોડધામ થઈ ગઈ હતી. જોકે, આ બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. દોઢથી બે કલાક સુધી બાળકી અટવાઈ રહેતા તંત્ર ઊંધા માથે થઈ ગયું હતું. click here
2) કચ્છના હરામીનાળામાં પાકિસ્તાની સહિત પાંચ ફિશિગ બોટ જપ્ત, બોટમાં શું મળ્યું?
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાં ગુજરાતના કચ્છ સરહદે હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરીની નાપાક હરકત ફરી સામે આવી છે. સીમા સુરક્ષા દળ (BSF Bhuj) દ્વારા હરામીનાળામાંથી 5 પાકિસ્તાની માછીમાર બોટ ઝડપી લેવામાં આવી છે. આ સાથે એક પાકિસ્તાની માછીમારને પણ પકડી લેવામાં આવ્યો છે. click here
3) રાજ્યમાં તમામ જિલ્લામાં મંકી પોક્સનું ટેસ્ટિંગ થશે, જામનગરનો શંકાસ્પદ કેસનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના બાદ એક મંકી પોક્સ નામનો વાયરસે તહેલકો મચાવ્યો છે. ગઈકાલ 4 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાતના જામનગરમાંથી મંકી પોક્સના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતો. જે બાદમાં નેગેટિવે આવ્યો હતો. હજુ સુધી એક પણ કેસ ગુજરાતમાં નોંધાયો નથી. click here
4) આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
હવામાન ખાતાની આગાહી સામે આવી છે કે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે જુલાઇમાં પડેલા ભારે વરસાદ બાદ થોડા દિવસોથી મેઘરાજાએ ખમૈયા કર્યાં હતાં. ત્યારે હવે ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. click here
5) અંકલેશ્વરની બેન્કમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
ભરૂચના અંકલેશ્વરમાં આવેલ યુનિયન બેન્કમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. બેન્કમાં લૂંટ કરનારા તમામ આરોપીઓને પોલીસે ધરદબોચી લીધા છે. ભરૂચ પોલીસે તમામ આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલ વાહન અને તમંચાઓ અને રોકડ 44,24,015 લાખની રકમ સહિત રિકવર કરી કાર્યવાહી હાથ ધરી છે. click here
- સ્પોર્ટ્સ
1) પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં પહોંચી ભાવિના, દીપક અને બજરંગ પુનિયા પણ કુસ્તીમાં કરી શાનદાર શરૂઆત
ભારતીય ખેલાડી ભાવિના પટેલ કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ વર્ગ 3-5ની ફાઇનલમાં પહોંચી છે. તે જ સમયે, બજરંગ પુનિયા અને દીપક પુનિયાએ તેમની પ્રથમ મેચ જીતી હતી. બજરંગે નૌરુના લો બિંગહામને 4-0થી હરાવ્યું. દીપક પુનિયાએ ન્યૂઝીલેન્ડના મેથ્યુને 10-0થી હરાવ્યો હતો.