આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો
1) આજે શિક્ષકદિન જાણો શા માટે મનાવવામાં આવે છે.
કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ જે તે દેશના નાગરિકોને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. આ સાથે તેઓ એ પણ જણાવે છે કે, કેવી રીતે સાચા-ખોટાની પરીક્ષા કરવી. આ રીતે, વ્યક્તિના પ્રથમ ગુરુને તેની માતા કહેવામાં આવે છે, જ્યારે શિક્ષક તેને સાંસારિક અનુભૂતિ મેળવવા માટે એટલે કે જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપે છે. શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. Click Here
2) આજે રાહુલ ગાંધી ગુજરાતમાં, ચૂંટણી પ્રચાર માટે અભિયાન શરૂ કરશે
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. આ વખતે તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જાહેરસભાને સંબોધશે. રિવર્તન સંકલ્પ અને બૂથ સંવાદનો કાર્યક્રમમાં તેઓ યુવાનોને સંબોધન કરવાના છે. જો.કે ત્યારબાદ મેરેથોન બેઠકનું પણ આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ લડવા કોંગ્રેસ તૈયાર છે. Click Here
3) આજથી ભાદરવી પૂનમનો મેળો. અંબાાજીમાં ભાવિકો ઉમટશે
બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે. જેમાં રાજ્યભરમાંથી માતાના દર્શન કરવા માટે આવેલા ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવશે. બે વર્ષ પછી મેળો યોજાતો હોવાને કારણે ભારે ભીડ ઉમટે એવા એંધાણ છે. જેને લઈને વહીવટી તંત્રથી લીઈને પોલીસ તંત્ર સુધી તમામે તૈયારીઓ શરૂ કરી હતી. ખાસ તો કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ગઈકાલ એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો
1) સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન, અન્ય બેની વાપીની હોસ્પિટલમાં સારવાર
સાયરસ મિસ્ત્રીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ અંગે તેમણે એક ટ્વિટ કરીને પોતાની વાત શેર કરી હતી. ટાટા ગ્રૂપના સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં મૃત્યું થયું છે. મુંબઈના પાલઘર પાસે એમની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી 2019માં ટાટા ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન હતા. Click Here
2) આણંદમાં રખડતા ઢોર પકડતી નગરપાલિકાની ટીમ પર થયો હુમલો, જૂઓ વીડિયો
આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈને કરવામાં આવેલી કામગીરીએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. રખડતા ઢોર પકડવા ગયેલા નગરપાલિકાના કર્મચારી પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બાદ, કર્મચારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેને હાલ તપાસ હથ ધરવામાં આવી છે. Click Here
3) હવામાં તરતા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, સમજો આ પાછળનું સાયન્સ
રાજ્યભરમાં ગણેશચતુર્થીનું પર્વ ચાલી રહ્યું છે. અનેક એવા ગણેશપંડાલમાં જુદી જુદી થીમ જોવા મળી રહી છે. પણ ભાવનગર શહેરમાં એક ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ કોઈ સામાન્ય ગણપતિ નથી. પણ હવામાં તરતા ગણપતિ છે. જેની પાછળ એક શ્રદ્ધા સાથે સાયન્સ જોડાયેલું છે. આ પંડાલને તૈયાર કરનારી સંસ્થા ભાવનગરમાં રહેતા 400 ગરીબ બાળકોનું પેટ ભરે છે. Click Here
4) દેશના સૌથી યુવા મેયરે કેરળના સૌથી નાના ધારાસભ્ય સાથે લગ્ન કર્યા
દેશના સૌથી યુવા મેયર આર્ય રાજેન્દ્રને રવિવારે કેરળના સૌથી યુવા ધારાસભ્ય અને CPI(M)ના યુવા નેતા સચિન દેવ સાથે AKG સેન્ટર હોલમાં એક સાદા સમારંભમાં લગ્ન કર્યા હતા. કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન તેમના પરિવાર સાથે કેરળના ધારાસભ્ય મેયરના લગ્ન સમારોહમાં હાજર રહ્યા હતા. click Here
5) ગુમ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છતાં પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની પાડી ના
વડોદરામાં શનિવારથી ગુમ વ્યક્તિનો મકરપુરા હાઇવે પર અજાણ્યા માણસનો શંકાસ્પદ હાલતમાં મૃતહેદ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. હાલ મૃતકના પરિજનો દ્વારા તેની ઓળખ કરવામાં આવી છે. તેના મૃતદેહને સ્વીકારમાં નહીં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. હવે આ મામલે પોલીસ તપાસમાં સામે શું આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે. click here
સિતારા
Sonali Phogat Murder Case: સુધીર સાંગવાનના ઘરે પહોંચી ગોવા પોલીસ
બીજેપી નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસમાં ગોવા પોલીસની ટીમ રવિવારે રોહતકમાં આરોપી સુધીર સાંગવાનના ઘરે પહોંચી હતી. પીએ લગભગ એક કલાક સુધીર સાંગવાનના ઘરે રોકાયા અને પૂછપરછ કરવામાં આવી. Click Here