- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
1) Makar Sankranti 2022: આજે રાજ્ય ભરમાં થશે મકરસંક્રાતિ પર્વની ઉજવણી
દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ- મકરસંક્રાતિ આવે છે. સૂર્ય (makar sankranti surya) ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે તે સંક્રાતિને મકરસંક્રાતિ કહે છે. આજના (makar sankranti meaning) દિવસે નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધો પતંગ ચગાવીને મનોરંજન માણે છે. પગંત ચગાવવાનો અને પેચ લડાવવાના અને કાઈપો છે. ની બૂમો પાડવાની. પતંગ ચગાવવા માટે દરેક લોકો પોતાના ઘરના ઘાબા પર ચડે છે. પતંગ ચગાવવાની સાથે સાથે તલ સાંકળી અને સિંગની ચિક્કી ખાઈને આનંદ માણે છે. સાથે જ ઊંધીયુ- જલેબીની જયાફત ઉડાવે છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) Gujarat Corona Update : આજે રાજ્યમાં 11,176 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
ગુજરાતમાં આજે 11,176 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે અને અને 5 લોકોના મોત થયા છે. આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો નથી. Click here
2) Corona In India: વધતા કેસો વચ્ચે PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા મહત્વના નિર્દેશ, કહ્યું- કોવિડ સામેની લડાઈ જરૂર જીતીશું
કોરોનાની વર્તમાન સ્થિતિ (Corona In India)ને લઇને PM મોદીએ મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે, કોરોનાની લડાઈમાં આપણે જરૂર જીતીશું. આપણે ડરીએ નહીં, પરંતુ ધ્યાન રાખીએ. PM મોદીએ રાજ્ય સરકારોને વેક્સિનેશન (Vaccination In India), ટેસ્ટિંગ અને લોકોની આજીવિકાને નુકસાન ન થાય તેને લઇને વાતચીત કરી હતી. Click here
3) રાજ્યમાં 40 જેટલી RTPCR લેબ શરુ કરવામાં આવશે : આરોગ્ય પ્રધાન
આરોગ્ય પ્રધાન મનોજ અગ્રવાલે પ્રસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં 11,000 ઉપર કોરોનાના કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધી 20.27 લાખ બાળકોનું રસીકરણ કરાયું છે. કોરોનાને લગતા 14 વિષયો પર ટીમ બનાવી કામ હાથ ધરાશે. Click here
4) Ashish Bhatia Corona positive: DGP આશિષ ભાટિયા સહિત 300 પોલીસ કર્મીઓ થયા કોરોના સંક્રમિત
રાજ્યના પોલીસ વડા DGP આશિષ ભાટિયા થયા કોરોના સંક્રમિત(DGP Ashish Bhatia Corona positive), ભાટિયાને સામાન્ય શરદી અને ઉધરસ થતા તેમને RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં કોરોનાના પોઝિટિવ લક્ષણો દેખાતા તેઓ ખુદ હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. તેમને તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ પણ કરી છે. Click here
5) First Female Indian Shuttler: ગુજરાતનું ગૌરવ 16 વર્ષની તસનીમ મીર, બૈડમિંટનમાં વિશ્વ વિક્રમ
ગુજરાતની બૈડમિંટન ખેલાડી તસનીમ મીરે (Badminton player Tasneem Mire) 16 વર્ષની વયે ઈતિહાસ રચ્યો છે. 16 વર્ષની તસનીમે જૂનિયર બૈડમિંટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી (First Female Indian Shuttler) બની ગઈ છે. ગયા વર્ષના શાનદાર પ્રદર્શનને કારણે મીર નંબર 1 રેન્કિંગ પર પહોંચી ગઇ છે. આવું કારનામું કરનાર તે દેશની પ્રથમ ખેલાડી છે. પીવી સિંધુ અને સાઈના નેહવાલ જેવા અનુભવી ખેલાડીઓ પણ જુનિયર સ્તરે ક્યારેય નંબર 1 બની શક્યા નથી. Click here
- નિષ્ણાતોના મતે
1) Kolkata International Book Fair 2022: કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો યોજાશે કે નહીં તે અંગે અવઢવ
પશ્ચિમ બંગાળમાં વધતા કોરોનાના કેસની (Corona case in West Bengal) વચ્ચે સરકાર ગંગાસાગર મેળાના મેગા ઈવેન્ટ (Mega event of Gangasagar Fair) માટે આગળ વધી શકે છે. તો તેઓ હંમેશા કોલકાતા ઈન્ટરનેશનલ બૂક ફેરને (Kolkata International Book Fair 2022) મંજૂરી આપી શકે છે. મોટા ભાગના પુસ્તક વિક્રેતાઓ, પ્રકાશકો તેમ જ આયોજકો, પ્રકાશકો અને પુસ્તક વિક્રેતા ગિલ્ડના સભ્યોમાં ઓછામાં ઓછું આ સામાન્ય મૂડ છે. Click here