આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 રાજ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત, આજથી ધોરણ 1થી 5ના વર્ગો શરુ
સુરત શહેરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રસ મારફતે મહત્વની જાહેરાત કરી હતી કે, કોરોનાને કારણે બે વર્ષથી જે ધોરણ 1થી 5ના વર્ગો અત્યાર સુધી બંધ રાખવામાં આવ્યા હતા તે હવે સોમવારથી કોવિડ- 19ના તમામ SOPના પાલન સાથે શરૂ (gujarat school reopen) કરવામાં આવશે. વાલીઓના સંમતિ પત્રક સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. Click here
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 repeal farm law: અરવિંદ કુમાર શર્માના રિપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય
ભૂતપૂર્વ IAS અને BJP MLC અરવિંદ કુમાર શર્મા (IAS AK SHARMA REPORT) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળ્યા હતા અને તેમને રિપોર્ટ સોંપ્યો હતો. સૂત્રોનું માનીએ તો તે અહેવાલમાં 40થી વધુ જિલ્લાઓની જમીની વાસ્તવિકતા કોઈપણ પ્રકારની છેડછાડ વિના રજૂ કરવામાં આવી હતી, જેનાથી વડાપ્રધાન પણ નારાજ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આના પર સંપૂર્ણ વિચાર- મંથન પછી કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય (FARM LAWS REPEAL DECISION) લેવામાં આવ્યો છે. Click here
2 કોરોનામાં મૃત્યું પામેલા લોકો માટે સહાયનું નોટિફિકેશન જાહેર: કોને અને કેવી રીતે મળશે સહાય જાણો તે બાબતે...
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ પ્રમાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫(Disaster Management Act 2006) અંતર્ગત કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યકિતના વારસદારને સહાય આપવાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે જે માર્ગદર્શિકા ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને 50,000ની સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી તે બાબતે તેની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. Click here
3 પાનમસાલા કંપનીએ ન હટાવી જાહેરાત, બીગબીએ મોકલી નોટિસ
અમિતાભ બચ્ચને(amitabh bachchan) થોડા સમય પહેલાં એક પાન મસાલાની જાહેરાત(amitabh bachchan pan masala ) કરી હતી જેના કારણે તેમને લોકોની નારાજગી ભોગવવી પડી હતી આથી તેમણે આ જાહેરાત છોડી દીધી હતી. તેમ છતાં આ જાહેરાત ન હટાવાતા બીગ બીએ કંપનીને નોટિસ ફટકારી છે. Click here
બિઝનેસ
ઓનલાઈન ફાર્મસી બિઝનેસમાં ફ્લિપકાર્ટની એન્ટ્રી, આ ભારતીય કંપનીનું કરશે સંપાદન
વાલમાર્ટના માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) કોલકાતામાં આવેલી ઈ-કોમર્સ કંપની સસ્તાસુંદરનો મોટાભાગનો હિસ્સો ખરીદશે. સસ્તા સુંદર ડોટ કોમ (sastasunddar.com) ઓનલાઈન ફાર્મસી અને ડિજિટલ આરોગ્ય સેવાઓનું સંચાલન (Management of online pharmacy and digital health services) કરે છે. Click here