- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
ગેહલોત કેબિનેટના તમામ પ્રધાનોના રાજીનામા, આજે 2 વાગ્યે મળનારી બેઠક પર સૌની નજર
રાજસ્થાનમાં એક રાજકીય ઘટનાક્રમમાં તમામ પ્રધાનોએ તેમના રાજીનામા સોંપી દીધા છે. કેબિનેટ પુનઃરચનાની કવાયત વચ્ચે શનિવારે સાંજે મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં રાજસ્થાન પ્રધાનમંડળની બેઠક મળી. આ બેઠકમાં તમામ પ્રધાનોના રાજીનામા (resignation of all minister) લેવામાં આવ્યા છે. આજે બપોરે PCC ઓફિસમાં બેઠક પર સૌની નજર રહેશે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 'સ્વચ્છ સર્વેક્ષણ 2021'ના પરિણામો જાહેર - સુરત બીજા ક્રમે, ટૉપ-10માં ગુજરાતના 3 શહેર
'સ્વચ્છ સર્વેક્ષણ 2021' (swachh survekshan 2021)ના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતના 10 સૌથી સ્વચ્છ શહેરો (top 10 cleanest city of India)માં 3 ગુજરાતથી છે. બીજા નંબરે સુરત (surat) છે, ત્યારબાદ 8માં નંબર પર વડોદરા (vadodara) અને 10માં નંબરે અમદાવાદ (ahmedabad) છે. Click here
2 ભાજપમાં વિખવાદ! પાટીલ રાજકોટના પ્રવાસે, પણ એકેય કાર્યક્રમમાં હાજર જોવા ન મળ્યા રૂપાણી
રાજકોટ ભાજપ (rajkot bjp)માં બધુ સમુંસૂતરું ન હોવાનું જણાઈ રહ્યું છે. રૂપાણી (vijay rupani) જૂથથી સાંસદ રામ મોકરિયા (rambhai mokariya) નારાજ હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (BJP state president C.R. Patil) રાજકોટ (rajkot)ની મુલાકાત દરમિયાન ભાજપ (bjp)માં કોઈપણ જૂથવાદ (groupism) ન હોવાનું કહ્યું છે. click here
3 વાપી નગરપાલિકા ચૂંટણીમાં લેખાજોખા સાથે ઉમેદવારો-મતદારોનો અભિપ્રાય
વાપી નગરપાલિકામાં આગામી 28મી નવેમ્બરે પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ગત ટર્મમાં સત્તા પર રહેલ ભાજપે આ વખતે ફરી સત્તા જાળવી રાખવા ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. તો સત્તા મેળવવા કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પણ કમર કસી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે આવો જાણીએ વોર્ડ નંબર 1 અને 2માં થયેલા વિકાસના કામો, મતદારોની સંખ્યા, પ્રચારના મહત્વના મુદ્દાઓ અંગે આ વિશેષ અહેવાલ. click here
- Exclusive
Exclusive interview yogendra yadav: ખેડૂત આંદોલનને કારણે કૃષિ કાયદાઓના મોત, આજે મૃત્યુ પ્રમાણપત્ર પણ મળી ગયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી (repeal farm law) લીધા છે. આ અંગે Etv Bharatના દિલ્હી સ્ટેટ હેડ વિશાલ સૂર્યકાંતે ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલા સ્વરાજ પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ સાથે ખાસ વાતચીત (exclusive interview with yogendra yadav) કરી હતી. આ દરમિયાન યોગેન્દ્ર યાદવે MSP પર કમિટીના આશ્વાસન પર વાત કરી છે. જે કામ પર માટી નાખવાની હોય છે તેના માટે જ કમિટીઓ બનાવવામાં આવે છે. કાયદા મરી ગયા છે, મૃત્યુ પ્રમાણપત્રની (Death certificate) રાહ જોવાઈ રહી હતી, તે આજે જારી કરવામાં આવ્યું છે. જો વિપક્ષ સક્રિય હોત તો ખેડૂતોને રસ્તા પર ઉતરવું ન પડત. click here