આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1) BJP National Executive Meeting : આગામી વિધાનસભાઓની ચૂંટણીઓ રહેશે ચર્ચાનો મુદ્દો
રાજધાનીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ કોન્ફરન્સ હોલમાં રવિવારે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અને કેન્દ્ર સરકાર હેઠળ છેલ્લા 7 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બેઠક સવારે 10 વાગ્યે શરૂ થશે. click here
2) અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
ભારતીય ક્રિકેટ પ્રેમીઓ જે મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે તે અફઘાનિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ રવિવારે યોજાશે. જો આ મેચમાં અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવશે તો અફઘાનિસ્તાન, ભારત અને ન્યૂઝીલેન્ડના પોઇન્ટ સમાન થશે પણ ભારત નેટ-રનરેટના આધારે સેમીફાઇનલમાં સ્થાન મેળવી શકશે
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત
ભાઈબીજના દિવસે ગાંધીનગરના ખાત્રજ ખાતે એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો. જેમાં ખાત્રજ ખાતે આવેલી એક પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તેના ETP પ્લાન્ટની સફાઈ કરવા ઉતરેલા પાંચ મજૂરોનાં મૃત્યુ થયા છે. ગાંધીનગરના ફાયર અધિકારી મહેશ મોઢે જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નીકળતા અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે ETP પ્લાન્ટ વપરાય છે. જેમાં એક મજૂર સાફ સફાઇ કરવા માટે ઉતર્યો હતો તે બહાર ન આવતા અન્ય 4 મજૂર પણ ટેન્કરમાં ઉતર્યા હતાં click here
2 ) પ્રદૂષણથી પીડિત દિલ્હી કોરોનાની ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે: ડૉ. રણદીપ ગુલેરિયા
રાજધાનીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. દેશની સૌથી મોટી હોસ્પિટલ AIIMSના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાના એ નિવેદનથી આ વાતનો ખુલાસો થયો છે, જેમાં તેમણે કહ્યું છે કે, વધતું પ્રદૂષણ ન માત્ર કોરોનાના દર્દીઓ માટે ખતરનાક છે, પરંતુ તેની ખૂબ જ ઘાટક અસરથી કોરોનાના કેસ વધી રહ્યા છે. એટલે કે જેમ જેમ પ્રદૂષણનું સ્તર વધશે તેમ કોરોનાના કેસ પણ વધશે. click here
3) સમગ્ર રાજ્ય લોકો હવે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 થી 10 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરની અસરના કારણે આ માવઠું આવવાની શક્યતા છે. જો કે સમગ્ર રાજ્યમાં બેસતા વર્ષ એટલે કે 5 નવેમ્બરથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે click here
4) દિવાળીના તહેવારો બાદ વેકેશનમાં સંઘ પ્રદેશ દીવ ફરી પ્રવાસીઓથી ધમધમ્યુ
દિવાળીના તહેવારો બાદ આવી રહેલી રજા (holidays in diu )ના સમયમાં સંઘ પ્રદેશ દીવમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ટુરીઝમ એક્ટિવિટીને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતું અને માનીતું પ્રવાસન સ્થળ દિવ છે, ત્યારે તહેવારોની રજા અને વેકેશનના દિવસોમાં ફરી એક વખત પ્રવાસીઓથી ધમધમતું જોવા મળ્યું હતું. click here
5) Happy Diwali 2021: બાઈડેન, બોરિસ સહિત વિશ્વના ઘણા નેતાઓએ પાઠવી દિવાળીની શુભકામનાઓ
વિશ્વભરમાં દિવાળીના તહેવાર (Diwali 2021) માં લોકો ધૂમ મચાવી રહ્યા છે. US પ્રમુખ, UKના વડાપ્રધાન સહિત વિશ્વની ઘણી મોટી હસ્તીઓએ ભારતને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, દિવાળીનો પ્રકાશ આપણને અંધકારથી આગળ જ્ઞાન, વિવેક અને સત્ય લાવે. વિભાજનની આગળ એકતા છે. નિરાશાની આગળ આશા છે. Click here
સુખીભવ
Self Love : ખુશીઓની એવી ચાવી, જેનાથી બીજાને પણ ખુશી આપી શકો છો
'સેલ્ફ લવ' આજના સમયના સૌથી ટ્રેન્ડી શબ્દોમાંનો એક છે પરંતુ આ શબ્દનો ખૂબ ઊંડો અર્થ છે. નિષ્ણાતોનું માનવું છે કે જે લોકો પોતાની જાતને પ્રેમ કરે છે તેઓ ફક્ત ખુશ જ નથી રહેતાં, તેઓુ અન્યના જીવનમાં પણ ખુશીનું કારણ પણ બની શકે છે. click here