ETV Bharat / bharat

TOP NEWS: આજે ભારત પાકિસ્તાન વચ્ચે ટી-20 પ્રથમ મેચ, વડાપ્રધાન મોદી આજે કરશે મન કી બાત, આ પ્રકારના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - ઇન્ડિયન પ્રીમિયર લીગ

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Oct 24, 2021, 6:01 AM IST

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

  • આજે ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ

યુનાઇટેડ આરબ અમીરાતમાં શનિવારેથી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપનો(IPL T20 Cricket World) પ્રારંભ થયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગનું હમણાં જ સમાપન થયું છે, ત્યારે આજે રવિવારના રોજ ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ યોજાવા જઈ રહી છે. આ મેચ પર કમેચ પર રસીયાઓ મિટ માંડીને બેઠા છે. Click Here

  • વડાપ્રધાન આજે મન કી બાતના 82 માં એપિસોડને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 82 માં એપિસોડને સંબોધિત કરશે. વડાપ્રધાને અગાઉ ટ્વિટ કર્યું હતું કે, "આ મહિને, #MannKiBaat કાર્યક્રમ 24 તારીખે કરાશે. હું તમને બધાને આ મહિનાના એપિસોડ માટે તમારા વિચારો શેર કરવા આમંત્રણ આપું છું. નમો એપ, @gmygovindia અથવા સંદેશો રેકોર્ડ કરવા 1800-11-7800 ડાયલ કરો."

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

  • દેશમાં પ્રથમ વખત IVF પદ્ધતિ દ્વારા ભેંસે પાડાને જન્મ આપ્યો

દેશમાં પ્રથમ IVF પદ્ધતિ દ્વારા ભેંસે પાડાને જન્મ આપ્યો છે. આ ભેંસનું નામ બન્ની છે. ખેડૂત વિનય એલ વાળાના ઘરે સ્થાપિત IVF ગર્ભધારણથી 6 બન્ની ભેંસોને આ રીતે પાડાનો જન્મ થવાનો છે. એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી કે, ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભેંસની મુખ્ય જાતિ બન્નીની એક ભેંસે ગીર સોમનાથ જિલ્લામાં એક ખેડૂતના ઘરે IVF ટેકનિક દ્વારા પાડાને જન્મ આપ્યો છે. Click Here

  • વડાપ્રધાન મોદીએ કોરોના રસીના ઉત્પાદકો સાથે કર્યો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ​​સાત ભારતીય કોવિડ -19 રસી ઉત્પાદકોને મળ્યા હતા. દેશમાં એન્ટી-કોરોના વાયરસ રસીના 100 કરોડ ડોઝ આપવાના ઐતિહાસિક લક્ષ્યને હાંસલ કરવાને ધ્યાનમાં રાખીને આ બેઠક થઈ હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સાત રસી ઉત્પાદકો - સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઇ, જેનોવા બાયોફાર્મા અને પેનેશિયા બાયોટેકના પ્રતિનિધિઓએ વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહ્યા હતા. Click Here

  • કેન્દ્રીય ગૃહપ્રધાન ત્રણ દિવસ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ( Amit Shah in Jammu Kashmir) ત્રણ દિવસની મુલાકાતે છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. શનિવારે તેઓ શ્રીનગર પહોંચ્યા અને પહેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીના પરિવારજનોને મળ્યા હતા. આ બાદ, તેમણે ઘાટીમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી અને બાદમાં યુવાનો (Interacts with Youth) સાથે વાતચીત કરી હતી. Click Here

  • રાજ્યમાં પોલીસ ભરતીની મહત્વની જાહેરાત

ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગમાં ખાલી પડેલી કુલ 27, 847 જગ્યાઓ પર ટૂંક સમયમાં જ ભરતી કરવાની 4 ઓક્ટોબરના દિવસે જાહેરાત કરી હતી. ત્યારે આજે 10,459ની LRD ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ભરતી પ્રક્રિયા 100થી 180 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે. Click Here

  • કૌશલાચાર્ય એવોર્ડ માટે રાજ્યના 4 વ્યક્તિ સહિત દેશમાંથી 11 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી

ભારત સરકાર દ્વારા કૌશલાચાર્ય એવોર્ડ (Kaushalacharya Award) માટે દેશની 14 હજાર ITIમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર 11 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (Supervisor Instructor)ની પસંદગી કરવામાં આવી છે, જેમા ગુજરાતના 4 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો સમાવેશ થયો છે જે ગુજરાત માટે ગૌરવપુર્ણ બાબત છે. સુરેન્દ્રનગર ITIના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર દીપક કુમાર રાઠોડે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. Click Here

સાયન્સ અને ટેકનિકલ

  • ભારતની ધરતી પરથી પ્રથમ ખાનગી ઉપગ્રહ છોડવાની તૈયારી

કર્ણાટકના ચીક્કમાગાલુરુ જીલ્લાના અલ્દુર ગામના 23 વર્ષીય યુવક આવેશ એહમદની એરોસ્પેસ મેન્યુફેક્ચરર કંપનીએ ભારત તરફથી પ્રથમ ડીસેમ્બર 2021માં ખાનગી ઉપગ્રહ છોડવાની તૈયારી આરંભી છે.ભારતની ધરતી પરથી પ્રથમ ખાનગી ઉપગ્રહ છોડવાની તૈયારીજોકે હજુ સુધી લોંચીંગની તારીખ નક્કી કરવામાં આવી નથી. કોવિડ પેન્ડેમીકના કારણે છેલ્લા વર્ષે ઉપગ્રહ લોંચ થઇ શક્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાથી જ એહમદની મદદ વધારી દીધી હતી. એહમદનો ઉપગ્રહ ભારતની ધરતી પરથી લોંચ થનાર પ્રથમ ઉપગ્રહ (Indians first private satellite) હોવાનો દાવો કરાય રહ્યો છે. જોકે રસીયા દ્વારા લોંચીંગનુ આયોજન થઇ ગયુ હોવા છતા એહમદનું સ્વપ્ન હતુ કે ઉપગ્રહ ભારતની ધરતી પરથી લોંચ થાય. Click Here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.