- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. વડાપ્રધાન મોદી આજે વોશિંગ્ટનમાં ગ્લોબલ CEO ને મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વોશિંગ્ટન DC માં ગ્લોબલ CEO ને મળશે. ક્વાલકોમ, એડોબ, બ્લેકસ્ટોન, જનરલ એટોમિક્સ અને ફર્સ્ટ સોલરના વડાઓ વડાપ્રધાનને મળશે.
2. JNU ના ઓફલાઈન વર્ગો આજથી શરૂ
આજથી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU) ના ઓફલાઈન વર્ગો શરૂ થશે.
3. IPL 2021: આજે મુંબઈ અને કોલકાત્તા આમને સામને
આજે મુંબઈ અને કોલકાત્તા વચ્ચે IPL ની મેચ યોજાશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળશે 50 હજાર રૂપિયાનું વળતર
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ કોરોના વાયરસ (Covid-19)ના કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારને 50,000 રૂપિયા વળતરની રકમ આપવાની ભલામણ કરી હતી. આ વાતની જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી હતી. click here
2. ગુજરાત ભાજપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
ગુજરાત પ્રદેશ ભાજપ( Gujarat BJP )ને ગઈકાલે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ( World Book of Records ) દ્વારા એવોર્ડ એનાયત થયો હતો. આ એવોર્ડ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Paatil ) ને એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર PAPના 8500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આથી 8500 ટેસ્ટ થતાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો હતો. click here
3. ભારતના દબાણ બાદ આખરે UK એ કોવિશિલ્ડ વેક્સિનને આપી માન્યતા
કોવિશિલ્ડ (Covishield Vaccine) પર તેની વેક્સિન પોલિસીથી ( Vaccine policy) ઘેરાયેલા UKએ છેવટે મોટો ફેરફાર કર્યો હતો. UK એ ભારતની બનાવેલી કોવિશિલ્ડ (Indian vaccine) વેક્સિન મંજૂરી આપી હતી. આ અંગે UK દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. click here
https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/uk-adds-covishield-to-approved-vaccines-list-in-updated-travel-advisory/gj20210922165233020
- sukhibhava:
શું કોવિડ રસીકરણ પછી હૃદયના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો છે ?
કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં દરેકને સમાન રીતે અસર કરી છે. તે જાણીતું છે કે, કોમોરબીટી અથવા અન્ય જટિલ રોગોથી પીડિત લોકોને કોરોના સંક્રમણનું જોખમ વધારે છે. ખાસ કરીને કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કાથી હૃદયના દર્દીઓને સંક્રમણ અને તેની જટિલતા માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. વધુ જાણવા... click here