- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
14મી વિધાનસભાના ચોમાસાનો અંતિમ દિવસ, ધારાસભ્યો ભાવુક થયા
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના (gujarat assembly monsoon season) અંતિમ દિવસની શરૂઆત જ તોફાની થઈ હતી, જ્યારે મોંઘવારી બાબતે પ્રશ્નોની ચર્ચા થઈ રહી હતી. ગુજરાતમાં સતત મોંઘવારી વધતી રહી છે અને રાજ્યની ગૃહિણીનું બજેટ ખોલવાઈ રહ્યું હોવાના નિવેદન પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં કર્યું હતું. બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કર્યો હતો. Click here
દારૂ ખરાબ નથી અને તેને પીવો જોઈએ, આપના ઉમેદવાર બોલતા ભાન ભૂલ્યા
આમ આદમી પાર્ટીના સોમનાથ વિધાનસભા બેઠક પરના સત્તાવાર ઉમેદવા ર(candidate of aap) જગમાલ ભાઈ જાહેર મંચ પરથી દારુ પીવાની હિમાયત કરી છે. તેઓ કહી રહ્યા હતા કે વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાની છુટ છે. ભારતમાં પણ 140 કરોડની વસ્તીમાં મોટાભાગના રાજ્યમાં દારૂબંધી નથી. એક માત્ર ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે દારૂ ખરાબ નથી અને તેને પીવો જોઈએ.(aap candidate advocated alcohol in gujarat) આવા આપત્તિજનક વચનો કરતા આપના આ ઉમેદવાર વિવાદમાં સપડાયા છેે. Click here
IND vs AUS T20: હૈદરાબાદમાં મેચની ટિકિટને લઇને થઇ મારમારી, પોલીસકર્મીઓ થયા ઘાયલ
હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી-20 મેચની (Ind vs Aus T20) ટિકિટોનું ખૂબ બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તેલંગાણાના રમતગમત મંત્રી વી શ્રીનિવાસ ગૌડે ચેતવણી આપી છે કે ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ટિકિટને લઈને લોકોને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ થતાં નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે ચાર પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે. Click here
વિદેશમાં રહેતા ગુજરાતીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આપે છે ચણિયાચોળીના ઓર્ડર
નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ પણ ગરબા રમવા માટે તૈયાર છે. માત્ર ગુજરાત જ નહીં વિદેશમાં રહેતા ગુજરાતીઓ એ પણ ગરબા રમવાની તૈયારીઓ કરી દીધી છે અને આ માટે સુરત થી ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ ચણિયાચોળી લહેંગાનો ઓર્ડર (Online shopping for Navratri outfits) આપી રહ્યા છે.. Click here
નવરાત્રીમાં ચૂંટણીના શ્રીગણેશ, પીએમ મોદી અને અમિત શાહ આવશે ગુજરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ને (Assembly Election 2022 in Gujarat) લઈ તમામ પક્ષ પ્રજાને રિઝવવાની કોશિશ કરી રહ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન પણ (Prime Minister and Home Minister are also coming to Gujarat) ગુજરાત આવી રહ્યા છે, નવરાત્રીમાં બન્ને નેતાઓ ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. પીએમ મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે. Click here
જાતા જાતા પણ દેશને કામ આવ્યા રાજૂ શ્રીવાસ્તવ, જાણો એવું તો શું કરી ગયા
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ગુરુવારે પંચતત્વમાં ભળી ગયા. આ પહેલા એમ્સમાં તેમનું પોસ્ટમોર્ટમ (Comedian Raju Srivastava post mortem ) કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા 42 દિવસથી અહીં દાખલ હતા. તેમનું પોસ્ટમોર્ટમ કોઈ પણ પ્રકારના ડિસેક્શન વગર કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રથમ વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ છે. Click here
હમારી માંગે પુરી કરો, હવે બીજેપી સરકારના વિરોધમાં નાના ભૂલકાએ અવાજ ઉઠાવ્યો
રાજ્યના જંગલને છોડીને હવે વન વિભાગના કર્મચારીઓ આંદોલન (forest department employees strike) કરવા ગાંધીનગર પહોંચ્યા છે. છેલ્લા 2 વર્ષથી પોતાની પડતર માગણીઓને લઈને 3,000 જેટલા વનરક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. અહીં તેમણે જ્યાં સુધી સરકાર માગ (forest employees demand) નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જો કે, આજ આંદોલનમાં હવે બીજેપી સરકારના વિરોધમાં નાના ભૂલકાએ અવાજ ઉઠાવ્યો હતો, જેમાં તે હમારી માંગે પુરી કરો સહીતના સુત્રો ઊચ્ચારતો દેખાય આવે છે. જેનો વીડિયો શક્તિસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર (Yuvraj sinh jadeja tweet child video) કરવાામા આવ્યો છે. જેમાં લખ્યુ છે કે, જે 🦁હાવજ 🌳પ્રકૃતિ અને કુદરતી ધરોહર ના રક્ષક છે એવા #વન_રક્ષક અને #વન_પાલ ના કર્મચારીઓ નાના બાળકો સાથે #ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે અને બહેરી મૂંગી સરકારના પેટનું પાણી નથી હાલતું, આનાથી મોટી કરૂણતા શું હોઈ ?