- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
ગુજરાત ATS અને DRIએ કોલકાતા પોર્ટ પરથી 200 કરોડનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે એક સંયુક્ત ઓપરેશનમાં પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકાતામાંથી 200 કરોડનું હેરોઈન જપ્ત કર્યું છે. 40 કિલો ડ્રગ્સનો સ્ટોક સ્ક્રેપ કન્ટેનરમાં કોલકાતા બંદરે લાવવામાં આવ્યો હતો. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈથી સંયુક્ત આરબ અમીરાતમાં આવી હતી. Click here
નવરાત્રીના પહેલા નોરતે શહેરને મળશે મેટ્રો ટ્રેનની ભેટ, વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
મેટ્રો ટ્રેન પ્રોજેકટ અમદાવાદ માટે મહત્વનો પ્રોજેકટ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી શહેરીજનોને નવરાત્રિના પહેલા દિવસે મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. વસ્ત્રાલથી થલતેજ અને વાસણા APMCથી મોટેરા સુધીનો રેલ રૂટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. Click here
પૂર્વ CM રૂપાણીને સોંપાઇ મોટી જવાબદારી, પંજાબ અને ચંદીગઢના બનાવાયા પ્રભારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના ભાજપના પ્રભારી બનાવમાં આવ્યા છે. હાલ ભાજપે 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિયુક્તિ કરી છે. Click here
Bilkis Bano case: SCએ ગુજરાત સરકારને ફરી કરી કાર્યવાહીની ટકોર
સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી જેમાં તેણે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી અને દોષિતોને માફીના આદેશ સહિતની કાર્યવાહીનો સમગ્ર રેકોર્ડ ફાઇલ કરવા જણાવ્યું હતું. Click here
નવસારીમાં ગણેશ વિસર્જન યાત્રામાં દુર્ઘટના ઉમંગ માતમમાં ફેરવાયો
આજે અનંત ચતુર્દશી 2022 ના દિવસે નવસારીમાં પણ ગણેશ વિસર્જન માટે ધામધૂમથી યાત્રાઓ નીકળી હતી. નવસારીમાં ગણેશ વિસર્જન યાત્રામાં અકસ્માત મોતની ઘટના બની છે. ગણેશ વિસર્જન યાત્રામાં મોતના માતમની ઘટના સામે આવી હતી. નવસારી શહેરના શાકભાજી માર્કેટ નજીકના પેટ્રોલ પંપ પાસે ગણેશ વિસર્જન માટે નીકળેલા મહાલક્ષ્મી મંડળના ટ્રેક્ટરના ટાયર અને ડ્રાઇવર નજીકના પંખાની બેઠક વચ્ચે એક યુવાન ફસાઈ ગયો હતો. તાત્કાલિક ટ્રેકટરને બંધ કરી સ્થળ પર જ રોકી લોકોએ નવસારી ફાયરના જવાનોને જાણ કરતા મહામહેનતે યુવાનને ટાયર અને પંખાની વચ્ચેથી બહાર કાઢ્યો હતો. ગંભીર રીતે ગવાયેલા યુવાનને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ યુવાનનું આઈસીયુમાં સારવાર દરમિયાન મોત થયું હતું. Click here
WHOના નિયત સ્કેલ કરતા વધુ અસરકારક બૂસ્ટર ડોઝ બનાવશે આ કંપની
વર્ષ 2021માં પૂર્વ આફ્રિકામાં બાળકો પર કરવામાં આવેલા સંશોધનમાં, આ રસી 12 મહિના સુધી મલેરિયા સામે 77 ટકા રક્ષણ આપવામાં અસરકારક હોવાનું જણાયું હતું. તાજેતરના સંશોધનમાં, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મલેરિયા વેક્સિન ટેક્નોલોજી રોડમેપ લક્ષ્યાંકને પૂર્ણ કર્યા પછી એક બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. Click here
ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, કોહલીની T20માં પ્રથમ સદી
અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા અને અફઘાન ટીમે 111/8 રન બનાવ્યા હતા.ભુવનેશ્વરે 4 ઓવરમાં 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. Click here