- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
આજે ગણેશ વિસર્જન ત્યારે જાણો હિંદુ ધર્મમાં ગણેશ વિસર્જનનું વિશેષ મહત્વ
Ganpati Visarjan 2022: આ વર્ષે 31મી ઓગસ્ટથી શરૂ થયેલ ગણેશ ઉત્સવનો મહાન તહેવાર સમાપ્ત થઈ રહ્યો છે. ગણપતિ વિસર્જન અનંત ચતુર્દશી તારીખ 09 સપ્ટેમ્બરે આજે કરવામાં આવશે. હિંદુ ધર્મમાં ગણેશ વિસર્જનનું વિશેષ મહત્વ છે. ગણપતિ બાપ્પાને નદી, તળાવ, સમુદ્ર વગેરેમાં વિસર્જિત કરવામાં આવે છે, પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને લોકોને ગણપતિ વિસર્જન ઘરે જ કરવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ગણપતિ બાપ્પાનું ઘરે વિસર્જન કરવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 Central Vista Inauguration Live: પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું કર્યું ઉદ્ઘાટન, રાજપથ બન્યો કર્તવ્યપથ
Central Vista Inauguration : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરૂવારે ઈન્ડિયા ગેટ સ્થિત સી-હેક્સાગોન ખાતે સેન્ટ્રલ વિસ્ટાનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનો પુનઃવિકાસ કર્યો છે. આ દરમિયાન રાજપથનું નામ પણ બદલીને કર્તવ્યપથ નામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. Click here
2 ગુજરાતના રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર યુદ્ધ જામ્યું, લોકમાનસને પ્રભાવિત કરવા માઇન્ડ ગેમ રાજનીતિ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલાં ગુજરાતના રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર યુદ્ધ જામ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આ ચૂંટણીથી ઝૂકાવી રહેલી આમ આદમી પાર્ટી પોતાના કામો અને ચૂંટણીલક્ષી ગેરંટીના પોસ્ટરો લગાવીને લોકમાનસને પ્રભાવિત કરવા માઇન્ડ ગેમ રાજનીતિ રમી રહ્યાં છે. Click here
ગુજરાતના ભાજપ પ્રમુખે મેઘા પાટકરને અર્બન નક્સલ કહ્યા, AAP તેને રાજ્યના CM તરીકે મુકશે
ગુજરાત ભાજપના BJP પ્રદેશ પ્રમુખે મેધા પાટકરને અર્બન નક્સલ ગણાવ્યા છે. આ સાથે દાવો કર્યો છે કે AAP તેમને મુખ્યપ્રધાન પદ માટે જોઈ રહી છે. ગૃહ પ્રધાન અમિત શાહે અને C R પાટીલે કયા કયા આક્ષેયો કર્યા છે તેમજ શું ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધતા ભાજપને ભય બેસી ગયો છે. Click here
આ રાજ્યમાં સ્ક્રબ ટાઈફસથી પ્રથમ મૃત્યુ, હજી 56 પોઝિટિવ કેસ
હિમાચલમાં, સ્ક્રબ ટાઈફસના કારણે મૃત્યુનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે (man dies of scrub typhus in himachal). સોલનના એક દર્દીનું IGMCમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હિમાચલમાં સ્ક્રબ ટાયફસ દર વર્ષે સામે આવે છે. Click here
ઈન્ડિગો ફ્લાઈટમાં સિંગર મૈથિલી ઠાકુર સાથે ગેરવર્તન
બિહારની પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુરની એક ટ્વીટે હલચલ મચાવી દીધી છે. આ ટ્વિટમાં તેણે ઈન્ડિગોના કર્મચારીઓ પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેણે કહ્યું કે, મારે ફરીથી એ જ એરલાઇનમાં પ્રવાસ કરતા પહેલા વિચારવું પડશે. જાણો શું બની હતી ઘટના... Click here
KSRTC કંડક્ટરે મુસાફરની છાતીમાં લાત મારીને બસમાંથી બહાર કાઢ્યો!
દક્ષિણ કન્નડ, કર્ણાટક: પુત્તુર તાલુકાના ઈશ્વરમંગલામાં ગઈકાલે એક અમાનવીય ઘટનામાં KSRTC બસ કંડક્ટરે મુસાફરને છાતી પર લાત મારી (KSRTC conductor kicked the passenger) અને તેને રસ્તા પર ધક્કો મારી દીધો હતો. મુસાફર સાથે દુર્વ્યવહાર કરનાર વ્યક્તિની ઓળખ બસ નંબર KA21F0002ના કંડક્ટર સુબ્બરાજ રાય તરીકે થઈ હતી. દેખીતી રીતે, આ પ્રવાસી નશામાં હોય તેવું લાગે છે. બસમાં ચડતી વખતે કંડક્ટર મુસાફરને રોકે છે અને તેની છત્રી રસ્તા પર ફેંકી દે છે, ત્યારબાદ કંડક્ટરે મુસાફરને બસમાંથી નીચે ઉતરવાની સૂચના આપી. આ સમયે બંને વચ્ચે મારામારી થઈ હતી. ગુસ્સે ભરાયેલા કંડક્ટરે મુસાફરને હાથ વડે માર માર્યો હતો. અંતે, કંડક્ટરે પેસેન્જરને તેના પગથી છાતીમાં લાત મારી અને સિનેમા શૈલીમાં રસ્તા પર ધકેલી દીધો. Click here