ETV Bharat / bharat

TOP NEWS: આજે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી, જીટીયુની પરીક્ષાઓ આજે લેવાશે સહિતના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

top news 5 october
top news 5 october
author img

By

Published : Oct 4, 2021, 10:52 PM IST

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

  • આજે ગાંધીનગર મહાનગરપાલિકાની મત ગણતરી

આજે મંગળવારે સવારે 9 કલાકથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gandhinagar Election Results) હાથ ધરવામાં આવશે. 5 કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવશે. જે માટે અત્યારથી જ સરકારી સ્ટાફને ગણતરી માટે તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમને સાંજ સુધીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જેથી 5 કેન્દ્રો પરથી 11 વોર્ડ અને 44 બેઠકોનું પિક્ચર ક્લિયર થઈ જશે. કઈ પાર્ટી મેદાન મારશે તેનું રીઝલ્ટ બપોરે 1 કલાક સુધીમાં જાણવા મળશે. Click Here...

  • લખનઉ ખાતે વડાપ્રધાન કરશે 'ન્યૂ અર્બન ઇન્ડિયા' કોન્ક્લેવનો શુભારંભ

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીને પગલે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેને લઈને દેશભરમાં આ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન દ્વારા 5 ઓક્ટોબરે સવારે 10.30 વાગ્યે ઉત્તરપ્રદેશના લખનઉમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'ન્યૂ અર્બન ઇન્ડિયા' કોન્ક્લેવનો શુભારંભ કરશે.

  • જીટીયુની પરીક્ષાઓ આજે લેવાશે

રાજ્યમાં 13 અને 14 સપ્ટેબરે લેવાનારી GTUની પરીક્ષા ભારે વરસાદને પગલે મોકુફ રાખવામાં આવી હતી, આથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા, ત્યારે જીટીયુ દ્વારા તેની તારીખ બદલાવવામાં આવી હતી. આ પરીક્ષા આજે યોજાશે.

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

  • રાજ્યમાં ખાલી પડેલી 27, 847 પોલીસની ભરતી યોજાશે

ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગમાં (State Home Department) ખાલી પડેલી કુલ 27, 847 જગ્યાઓ પર ટૂંક સમયમાં જ ભરતી શરૂ કરવામાં આવશે. આ બાબતે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (State Home Minister Harsh Sanghvi)એ Etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ તમામ ભરતી પ્રક્રિયા 100થી 180 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે. Click Here...

  • લખીમપુર ઘટના પર અખિલેશ યાદવ - 'હિટલરના શાસનમાં પણ આટલી સરમુખત્યારશાહી નહોતી'

પૂર્વ મુખ્યપ્રધાન અને સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) લખીમપુર ઘટના (Lakhimpur Kheri) અંગે ETV Bharat સાથે ખાસ વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભાજપના ગૃહ રાજ્યપ્રધાનના પુત્રએ ખેડૂતોને કચડી નાખ્યા અને મારી નાખ્યા છે. હિટલરના શાસન દરમિયાન પણ આવી કોઈ સરમુખત્યારશાહી નહોતી. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, સપાની માંગ છે કે મૃતક ખેડૂતોના પરિવારને 2 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. આ પ્રસંગે તેમણે પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, પોલીસે ખેડૂતોની છબી ખરાબ કરવા માટે વાહનો સળગાવી દીધા હશે. આ તકે પોલીસ દ્વારા અખિલેશ યાદવની અટકાયત કરવામાં આવી છે અને ઈકો ગાર્ડનમાં રાખવામાં આવ્યા છે. તેની અટકાયત અંગે પૂછતાં અખિલેશ યાદવે કહ્યું કે, પોલીસ તેને ઈકો ગાર્ડન છોડીને જાતે જ ચાલી ગઈ હતી. Click Here...

  • રાજકોટમાં આ વિસ્તારોમાં ગરબા નહિ યોજી શકાય, મનપા કમિશ્નરે આપ્યો આદેશ

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા દરરોજ 1500 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મામલે રાજકોટ મનપા કમિશ્નર અમિત આરોરાએ જણાવ્યું હતું કે, સદનસીબે મનપા વિસ્તારમાં હાલ કોરોના કેસ નથી આવી રહ્યા, આ ઉપરાંત કોરોના કેસ ધરાવતા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ અથવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં માત્ર જરૂરી ચીજ વસ્તુઓ લેવાની જ છૂટ આપવામાં આવશે, આ ઉપરાંત બીજી કોઈ પણ પ્રવૃત્તિની છૂટછાટ આપવામાં આવશે નહિ. આ સાથે આવા વિસ્તારોમાં સરકારના નિયમ પ્રમાણે ગરબા પણ નહિ યોજાઈ શકશે નહીં. Click Here...

વિશેષ અહેવાલ :

  • ગુજરાતનું એક એવું ગામ, જ્યાં દીપડા સાથે હળીમળીને રહે છે લોકો

દીપડાને હિંસક પ્રાણીમાં ગણવામાં આવે છે અને દીપડાને જોતા જ મોટા ભાગના લોકો ધ્રુજી જતા જોય છે ત્યારે આજે આપણે વલ્ડ એનિમલ ડે પર એક એવા ગામની વાત કરવાના છીએ, જે આશ્રય જનક છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેલાછા,સેઠી,અને આસરમાં સહિતના ગામોમાં છાશવારે દીપડા દેખાતા હોય છે ત્યારે માથાભારે ગણાતા દીપડા દેખાયા બાદ પણ ગ્રામજનો વનવિભાગને પાંજરું મુકવા દેતા નથી. ઉલ્ટાનું વનવિભાગ ને એ કહે છે જો અન્ય કોઈ વિસ્તારમાંથી દીપડો દેખાય તો અમારા વિસ્તારમાં મૂકી જજો ત્યારે ગ્રામજનોની આ વાત સાંભળી વન વિભાગ ટીમ પણ વિચારમાં પડી ગઈ હતી. Click Here...

આંતરરાષ્ટ્રીય :

  • ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર 2021 ની જાહેરાત કરાઈ

ડેવિડ જુલિયસ(David Julius) અને આર્ડેમ પટાપૌટિયન(Ardem Patapoutian)ને સંયુક્ત રીતે ફિઝિયોલોજીમાં નોબેલ 2021 નો પુરસ્કાર મળ્યો છે. તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સ(receptors for temperature and touch)ની શોધ માટે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે. સ્ટોકહોમ(Stockholm)ની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ(Karolinska Institute)ની પેનલ દ્વારા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે નોબેલ એસેમ્બલીના સભ્ય અને ફિઝિયોલોજીના પ્રોફેસર જુલિયન ઝિરેથે(Juleen Zierath) કહ્યું કે, તે એવી શોધ શોધી રહી છે જેનાથી માનવજાતને ફાયદો થયો છે. Click Here...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.