ETV Bharat / bharat

નારીઓ માટે મહત્વનો દિવસ: મહિલા હોકી ટીમ ઉતરશે સેમિફાઈનલના મેદાને, રાજ્ય સરકાર લેશે મહિલાઓના હિતમાં નિર્ણય. વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ... - 4 ઓગસ્ટ સમાચાર

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Aug 3, 2021, 11:07 PM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી શકે છે નારી હિતમાં મહત્વની જાહેરાત

રુપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા 1થી 9 ઓગસ્ટ દરમિયાન ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઉજવણીના ચોથા દિવસે આજે બુધવારે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા "પાંચ વર્ષ નારી ગૌરવના'' અંતર્ગત મહિલા સન્માન તથા ઉત્કર્ષ માટે ‘નારી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ દરમિયાન રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરી દવે પણ ઉપસ્થિત રહેશે. "પાંચ વર્ષ નારી ગૌરવના'' ની થીમ આધારિત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરી દવે 4 ઓગષ્ટના રોજ ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે. રાજ્યની 10,000 જેટલી મંડળોની 1 લાખ બહેનોને કુલ 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

2. Tokyo Olympics: મહિલા હોકી ટીમ, બોક્સર લવલીના બોરગોહેન અને નીરજ ચોપડા પર રહેશે નજર

ટોક્યો ઓલિમ્પિક 2020માં મહિલા હોકી ટીમે સેમિફાનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, ત્યારે આજે ઓલિમ્પિકના 13માં દિવસે ટીમ આર્જેન્ટિના વિરુદ્ધ જંગમાં ઉતરશે. ઉપરાંત, બોક્સર લવલીના બોરગોહેન હાલની વિશ્વ ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે રિંગમાં ઉતરશે. એથલેટિક નીરજ ચોપડા પણ આજે પોતાનું પ્રદર્શન બતાવશે. તે ભારત માટે મેડલ મેળવે તેવી આશાઓ સેવાઈ રહી છે. આમ, ઓલિમ્પિકનો 13મો દિવસ ભારતમાં ખાસ રહેશે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તો તાપીના ડોલવણ તાલુકાના ગડત ગામના આ યોજનાના લાભાર્થી સાથે પણ વડાપ્રધાને સંવાદ કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાને રાજકોટમાં અન્નપૂર્ણા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે પણ વાતચીત કરી હતી. આ સાથે જ વડાપ્રધાને લાભાર્થી નયનાબેન જોશી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટે મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો હતો એટલે હું રાજકોટનું ઋણ ન ભૂલી શકું. Click Here

2. ધૈર્યરાજ બાદ વધુ એક 4 મહિનાના વિવાનને SMA 1 નામની બિમારી, પરિવાર મદદ માટે ગાંધીનગર પહોંચ્યો

ધૈર્યરાજની જેમ જ ગીર-સોમનાથ(Gir Somnath)ના વિવાનને પણ સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી SMA 1 નામની બિમારી છે, ત્યારે વિવાનની આ બિમારી માટે 16 કરોડ રૂપિયાની જરૂર હોવાથી પરિવારે અત્યાર સુધી 2 કરોડથી વધુ રૂપિયા ભેગા કર્યા છે, ત્યારે વધુ રકમની જરૂર હોવાથી પરિવાર મદદ માટે ગાંધીનગર (Gandhinagar)પહોંચ્યો છે. વિવાનનો પરિવાર મૂળ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામમાં રહે છે. Click Here

3. પઠાણકોટમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ

પંજાબની પાકિસ્તાન સરહદને અડીને આવેલા પઠાણકોટ જિલ્લામાંથી એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા અને પાયલોટ ક્યાં છે, તે સમાચાર લખાય ત્યાં સુધી જાણી શકાયું નથી. હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા અને પાયલોટ ક્યાં છે, તે જાણી શકાયું નથી. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સેનાના જવાનોએ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. Click Here

4. ઈતિહાસ રચીને પી વી સિંધૂની ઘર વાપસી, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં બેડમિન્ટનમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર પી વી સિંધૂ મંગળવારે બપોરે ભારત પરત ફરી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પી વી સિંધૂએ પ્રથમ સેટ 21-13 અને બીજો સેટ 21-15થી જીતીને ઇતિહાસ રચ્યો છે. સિંધૂએ 2016માં રિયો ઓલિમ્પિક્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધૂએ ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ મેડલ જીતીને ઓલિમ્પિક્સમાં બે વ્યક્તિગત મેડલ જીતવાનો અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે મંગળવારે તેઓ સ્વદેશ પરત ફરતા એરપોર્ટ પર તેમના ચાહકો ઉમટી પડ્યા હતા અને ધમાકેદાર સ્વાગત કર્યું હતું. Click Here

  • Explainer:

1. શું ખરેખર દારૂ પીવાથી કોરોના નથી થતો ?

કોરોના મહામારી દરમિયાન ઘણા લોકોમાં દારૂ પીનારાઓને કોરોના ન થતો હોવાની ગેરમાન્યતા જોવા મળી હતી. આ પ્રકારની વિવિધ માન્યતાઓને કારણે જ ડ્રાય સ્ટેટ એવા ગુજરાતમાં દારૂનું વ્યસન વધ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ડિમ્પલ રામાણી અને ડો. હસમુખ ચાવડાએ કોરોના મહામારી દરમિયાન ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે રૂબરૂ અને ટેલિફોનિક વાતચીતના આધારે એક વિશેષ સર્વે કર્યો હતો. જેમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. Click Here

  • Sukhibhava:

1. શું તમને સંભોગ કરવાની ઈચ્છા નથી થતી ? જાણો શા માટે..

છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરે લોકોમાં માત્ર શારિરિક અસ્વસ્થાનો જ નહિં પરંતુ માનસિક અસ્વસ્થતાઓ જેવી કે, ચિંતા, તણાવ, ડિપ્રેશનનો પણ અનુભવ કરાવ્યો છે. કોરોના મહામારીની અસર પુરૂષો અને મહિલાઓ બન્નેના સ્વાસ્થ્ય પર ભારે અસર જોવા મળી છે. ખાસ કરીને પુરુષો વિશે વાત કરીએ તો, માનસિક તણાવ, ખોરવાયેલી જીવનશૈલી અને દિનચર્યાની તેમના જાતીય સ્વાસ્થ્ય પર ભારે અસર પડી છે. ચિકિત્સકો માને છે કે, હાલમાં પુરુષોમાં જાતીય સંબંધો પ્રત્યે ઉદાસીનતાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. Click Here

  • Science and Technology:

1. 2021ના માત્ર પહેલા 6 મહિનામાં જ 300 મિલિયન રેન્સમવેર હુમલાઓ નોંધાયા

આ વર્ષે જૂન સુધીમાં રેન્સમવેર હુમલાના લગભગ 304.7 મિલિયન કેસ નોંધાયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, UK, જર્મની, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. સોનિકવોલના પ્રેસિડેન્ટ અને CEO બિલ કોનરે જણાવ્યું હતું કે, તાજેતરના ડેટા દર્શાવે છે કે, અત્યાધુનિક હુમલાખોરો વ્યૂહરચના ઘડી રહ્યા છે અને નાણાકીય લાભ મેળવવા અને વિવાદ ઉભા કરવા માટે રેન્સમવેર અપનાવી રહ્યા છે. સોનિકવોલ કેપ્ચર લેબ્સ દ્વારા રેકોર્ડ કરાયેલા તમામ રેન્સમવેર હુમલાઓમાં 64 ટકા હિસ્સો રિયુક, સર્બર અને સેમસમ વર્ષના પ્રથમ છ મહિનામાં ટોચના ત્રણ રેન્સમવેર ગૃપ હતા. Click Here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.