- પેરાલિમ્પિક રમતમાં અત્યારસુધીનું આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે
- 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો
- ભારતે મેડલ ટેબલમાં 24મું સ્થાન હાંસિલ કર્યું
નવી દિલ્હી- ટોક્યો પેરાલિમ્પિક 2020 ખેલમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે મેડલ ટેબલમાં 24મું સ્થાન હાંસિલ કર્યું. પેરાલિમ્પિક રમતમાં અત્યારસુધીનું આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ભારતના બેડમિંટન ખેલાડીઓએ ચાર મેડલ જીત્યા
ભારતના બેડમિંટન ખેલાડીઓએ ચાર મેડલ જીત્યા, જેમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે. ટોક્યો પેરાલિમ્પિક ગેમના અંતિમ દિવસ રવિવારે ભારતીય શટલર કૃષ્ણા નગરે બેડમિંટનમાં ગોલ્ડ મેડલ અને ડીએમ સુહાસ એલ યથિરાજે સિલ્વર મેડલ જીત્યો.
બેડમિંટનમાં પ્રમોદ ભગતે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો
શનિવારે બેડમિંટનમાં પ્રમોદ ભગતે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષ સિંગલ્સની SL3 કેટેગરીના ફાઇનલમાં ડેનિયલ બ્રેથેલને માત આપી. પ્રમોદ ભગતે 45 મિનિટ સુધી ચાલેલી મેચમાં ડેનિયાલને 21-14, 21-17 થી માત આપી. બેડમિંટનના ટોક્યોમાં પેરાલિમ્પિક ડેબ્યૂ કરવા સાથે પ્રમોદ ભગત પણ પોતાની કેટેગરીમાં પ્રથમ પેરાલિમ્પિક ચેમ્પિયન બની ગયો હતો.
અવનિ લેખરાએ અપાવ્યો પ્રથમ ગોલ્ડ
પેરા-શૂટર અવનિ લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. અવનિએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ 1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
ભાવિના પટેલે અપાવ્યો પ્રથમ મેડલ
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસમાં દેશને પ્રથમ મેડલ અપાવ્યો. ભાવિનાએ ટેબલ ટેનિસ ક્લાસ 4 સ્પર્ધાની મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો.
નિષાદ કુમારે એથલેટિક્સમાં જીત્યો સિલ્વર
પેરા-એથલીટ નિષાદ કુમારે ઉંચી કૂદ T47 ઇવેન્ટમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. સાથે જ તેણે એશિયન રેકોર્ડની બરાબરી પણ કરી. ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતે સૌથી વધુ આઠ મેડલ એથલેટિક્સમાં જીત્યા. જેમાં એક ગોલ્ડ, પાંચ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સામેલ છે. ત્યારબાદ શૂટિંગમાં ભારતે પાંચ મેડલ જીત્યા, જેમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ સામેલ છે.
મનીષ નરવાલે પણ ગોલ્ડ મેડલ જીત્યો
ભારત તરફથી શૂટિંગમાં અવનિ લેખરાએ બે મેડલ( એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ) જીત્યો. સિંહરાજ અધાનાએ પણ શૂટિંગમાં બે મેડલ(એક સિલ્વર અને એક બ્રોન્ઝ) જીત્યો. ત્યાં મનીષ નરવાલે પણ ગોલ્ડ મેડલ જીત્યો.
બેડમિંટનમાં ભારતે ચાર મેડલ મેળવ્યા
બેડમિંટનમાં ભારતે ચાર મેડલ મેળવ્યા, જેમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સામેલ છે. ટેબલ ટેનિસ અને તીરંદાજીમાં ભારતે એક-એક મેડલ મેળવ્યા. ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે તીરંદાજીમાં હરવિંદર સિંહે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.