- બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ
- વડાપ્રધાને સિંધુને ઓલિમ્પિક બાદ આઈસ્ક્રીમ માટે આપ્યું હતું આમંત્રણ
- વડાપ્રધાન મોદીએ સિંધુના માતા -પિતા સાથે પણ કરી હતી વાત
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકને લઈને દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ છે. આ દરમિયાન 13 જુલાઈએ વડાપ્રધાન મોદીએ ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, જાપાનમાં તમામ ખેલાડીઓ જોરદાર રમે છે. આ ઉપરાંત, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, તમે સફળતાપૂર્વક ટોક્યોથી પરત ફરજો. આ બાદ, આપણે સાથે આઈસ્ક્રીમ ખાઈશું. (PM to Sindhu Ice Cream) વડાપ્રધાન મોદીએ સિંધુના માતા -પિતા સાથે પણ વાત કરી.
વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના લોકોએ પાઠવી શુભેચ્છા
રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા અને વિશ્વ ચેમ્પિયન સિંધુએ ચીનની 8મી ક્રમાંકિત બિંગ ઝીઓને 21-13, 21-15થી હરાવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ સિંધુને આજે રવિવારે ટોક્યોમાં તેની સફળતા બાદ અભિનંદન પાઠવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને પાઠવી શુભકામના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, "પીવી સિંધુના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી અમે બધા ઉત્સાહિત છીએ. ટોક્યો 2020માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન"
રાષ્ટ્રપતિએ કહ્યું- "સિંધુએ ભારતને ગૌરવ અપાવ્યું"
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું, "પીવી સિંધુ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની થે. તેણે સાતત્ય, સમર્પણ અને શ્રેષ્ઠતાનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ભારતને ગૌરવ અપાવવા બદલ તેમને હાર્દિક અભિનંદન."
રમત પ્રધાન અનુરાગ ઠાકુરે આપ્યા અભિનંદન
આ સાથે જ રમત પ્રધાન અનુરાગ ઠાકુરે પણ ટ્વીટ કરીને પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું કે, જબરદસ્ત જીત પીવી સિંધુ!!! તમે રમત પર પ્રભુત્વ મેળવ્યું અને ઇતિહાસ રચ્યો #Tokyo2020!